Western Times News

Gujarati News

ઉત્તર કોરિયામાં ઓમિક્રોનની એન્ટ્રી: કિમ જોંગ ઉને સમગ્ર દેશમાં લોકડાઉન લાગૂ કર્યું

પ્યોંગયાંગ, ઉત્તર કોરિયામાં ગુરુવારે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો પહેલો કેસ સામે આવ્યો છે. ત્યાર પછી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ઈમજન્સીની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે જે વ્યક્તિમાં કોરોનાની પુષ્ટિ થઈ છે તે ઘણા દિવસોથી તાવથી પીડિત હતો. તપાસ બાદ સામે આવ્યું કે તે ઓમિક્રોન વેરિયન્ટની ચપેટમાં આવ્યો છે.

કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) પ્રમાણે, પહેલો કેસ સામે આવ્યા બાદ કિમ જોંગ ઉને અધિકારીઓ સાથે બેઠક કરી અને સંક્રમણને રોકવા માટે કડક પગલા ભરવાના આદેશ આપ્યા છે. સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે પ્યોંગયાંગને બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યા બાદ ઉત્તર કોરિયાની સરહદો પર સુરક્ષા વધારવામાં આવી છે. કિમ જોંગ ઉનને અધિકારીઓને આદેશ આપ્યા છે કે બહારથી આવનારા લોકોની ઉંડી તપાસ કરવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.