Western Times News

Gujarati News

પોલીસે ચોરોને પકડીને ૮૬ લાખનો માલ રિકવર કર્યો

સુરત, સુરત જિલ્લાના કામરેજના કઠોર ગામે આવેલી એક જવેલર્સની દુકાનમાં લાખોની ચોરી થઈ હતી. રાત્રિના સમયે ધાબા પરથી ચઢીને દુકાનમાં પ્રવેશેલા ચોરોએ કરી હતી. ૮૦ લાખથી વધુની ચોરી, જાેકે કામરેજ પોલીસની સતર્કતાને લઇ ગણતરીના કલાકોમાં ૨ ચોરો ઝડપાયા છે.

પોલીસે ચોરીનો ૧૦૦ ટકા માલ રીકવર કર્યો છે. કામરેજ તાલુકાના કઠોર ગામે બજારની મધ્યમાં આવેલા સ્મિત જવેલર્સ નામની દુકાનમાં ગઈકાલે રાત્રે ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ ત્રણ માળના મકાનના ધાબા પર ચઢીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાર બાદ દુકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી ૮૬ લાખથી વધુના કિમતની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

તસ્કરોએ દુકાનમાં સૂંપડા સાફ કરી નાખ્યા હતા. જાેકે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના કેદ થઇ ગઈ હતી. સવારે દુકાને આવેલા દુકાનદારે તાત્કાલિક કઠોર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં ૨ તસ્કરોને ઝડપી પડ્યા હતા.

ભર બજારમાં આવેલી દુકાનમાં ચોરીની ઘટના બનતા પોલીસ કામે લાગી ગઈ હતી અને પોલીસે બાતમીદારોને કામે લગાડ્યા હતા. જાેકે સીસીટીવી ફૂટેજ વાઈરલ કરતા ફૂટેજમાં દેખાતો એક ઇસમ તાત્કાલિક ઓળખાયો હતો. જેના બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

ચોરી બાદ આરોપીઓએ મુદ્દામાલ અવાવરું જગ્યા પર પોટલું બાંધી સંતાડી દીધો હતો, જે પોલીસે કબજે કરી લીધો છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં વધુ બે નામ ખુલતા બે પૈકીના અન્ય એક આરોપીને પણ પોલીસે ઝડપી લીધો હતો. જાેકે અન્ય એક આરોપી હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે લગભગ દોઢ કિલો સોનું, ૫૦ કિલોથી વધુ ચાંદી તેમજ ૫ લાખ જેટલી રોકડ કબજે કરી છે.

પૂછપરછમાં ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેમજ અગાઉ પણ કોઈક ને કોઈક ગુનામાં પોલીસના હાથે ઝડપી ચૂક્યા છે. તસ્કરોએ દુકાનમાંથી ચોરી દરમિયાન સુપડા સાફ કરી નાખ્યા હતા. દુકાનદારની લગભગ આખી જીવનની મૂડી તસ્કરો ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

પરંતુ કામરેજ પોલીસની સતર્કતાને કારણે તસ્કરો ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયા હતા. ભાગ્યેજ કોઈક કેસમાં જાેવા મળે એમ ૧૦૦ ટકા મુદ્દામાલ રીકવર થઇ ગયો હતો. દુકાનદારે કામરેજ પોલીસની કામગીરીને બિરદાવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.