Western Times News

Gujarati News

ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં થશે સામેલઃ ફરી વધશે રશિયાની ચિંતા

નવીદિલ્હી, રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તેના ત્રણ મહિના થવાના છે પરંતુ હજુ આ યુદ્ધનું કોઈ પરિણામ આવ્યું નથી. આ વચ્ચે સ્વીડન અને ફિનલેન્ડ રશિયાની મુશ્કેલી વધારવાના છે. રશિયાની સરહદે આવેલા આ બંને દેશોએ નાટોનું સભ્ય બનવાની જાહેરાત કરી છે.

હવે બંને દેશોની સંસદ આ સંબંધમાં પ્રસ્તાવ પાસ કરશે અને પછી નાટો સંગઠન સમક્ષ અરજી કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે બે સપ્તાહમાં આ પ્રક્રિયા પૂરી થઈ શકે છે. આ વચ્ચે રશિયાએ ફિનલેન્ડ અને સ્વીડનને ધમકી આપી છે કે આ ભૂલ હશે અને તેના પરિણામ ભોગવવા પડશે.

માનવામાં આવી રહ્યું છે કે રશિયાની ધમકીને કારણે નાટો બંને દેશોને સામેલ કરવામાં તેજી લાવશે જેથી કોઈ સૈન્ય કાર્યવાહીમાં તેની મદદ કરી શકે. મહત્વનું છે કે નાટો સંગઠન આ પ્રકારના બધા દેશને સુરક્ષાની ગેરંટી આપે છે જ્યારે કોઈ હુમલો કરે તો બધા સાથે મળીને લડે છે.

તેવામાં ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં સામેલ થશે તો રશિયાની મુશ્કેલી વધશે. રશિયાની સરહદ ફિનલેન્ડ અને સ્વીડન બંને સાથે મળે છે. રશિયાએ યુક્રેન નાટોમાં સામેલ થવાની આશંકાને કારણે તેના પર હુમલો કર્યો હતો.

તેવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં સામેલ થશે તો રશિયા આક્રમક પ્રતિક્રિયા વ્યક્ત કરી શકે છે. મહત્વનું છે કે આવનારા સમયમાં યુરોપમાં મહાભારત શરૂ થઈ શકે છે અને આ વિસ્તાર રશિયા અને અમેરિકા વચ્ચે શક્તિ પ્રદર્શનનું કેન્દ્ર બની શકે છે.

સ્વીડન અને ફિનલેન્ડની નાટોમાં એન્ટ્રી રશિયા માટે માથાનો દુખાવો બની શકે છે. તેનું કારણ છે કે તેની સાથે સીધી જમીન ધરાવનાર એસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા, નોર્વે અને પોલેન્ડ પહેલાથી નાટોના સભ્ય છે. આ સિવાય સમુદ્રી સરહદ ધરાવતુ તુર્કી પણ નાટોમાં છે. સ્વીડન પણ રશિયાની સાથે સમુદ્રી સરહદ ધરાવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.