Western Times News

Gujarati News

આમોદના લક્ષ્મીનારણ મંદિરનો તૃતીય પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદના કાછીયાવાડ ખાતે આવેલા લક્ષ્મીનારણ મંદિર ૧૪૯ વર્ષ જૂનું હતું જેનો ૨૦૧૯ માં લક્ષ્મીનારણ ભગવાનની નૂતન પ્રાણ પ્રતિષ્ઠા કરી મહોત્સવ ઉજવાયો હતો પરંતુ કોરોના કાળના કપરા બે વર્ષમાં સરકારની ગાઈડલાઈન મુજબ પાટોત્સવ બંધ રહ્યો હતો.

જયારે આજે તૃતીય પાટોત્સવની સમસ્ત કાછીયા સમાજ દ્વારા ધામધૂમથી ભક્તિમય વાતાવરણમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવતાં ભક્તોમાં અનેરો આનંદ જાેવા મળતો હતો.તૃતીય પાટોત્સવ નિમિતે સમગ્ર મંદિરને શણગારવામાં આવ્યું હતું.

તેમજ ભગવાનને અન્નકૂટ ધરાવાયો હતો.પાટોત્સવ નિમિત્તે મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્વાન પંડિતોએ વિવિધ મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન કરતાં ભક્તિમય માહોલ બનાવી દીધો હતો.મહાયજ્ઞમાં ૧૧ દંપતિઓએ લક્ષ્મીનારણ ભગવાનની પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.ત્યાર બાદ સાંજે પાંચ કલાકે મહાયજ્ઞમાં શ્રીફળ હવન કરવામાં આવ્યું હતું.

શ્રીફળ હવન બાદ લક્ષ્મીનારણ ભગવાનની આરતી કરવામાં આવી હતી.અને યજ્ઞની પુર્ણાહુતી બાદ વિવિધ ભક્તિસભર ભજનોના તાલે બહેનો ઝૂમી ઉઠી હતી.અને ગરબા પણ રમ્યા હતાં.ત્યાર બાદ સાંજે ભક્તોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.