Western Times News

Gujarati News

ચંદ્ર પર છૂપાયેલો છે અબજો ડૉલર રૂપિયાનો ખજાનો

વોશિંગટન, રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે દુનિયામાં એક નવી વિશ્વ વ્યવસ્થા બનતી જાેવા મળી રહી છે. ધરતીથી હજારો કિલોમીટર દૂર આવેલા ચંદ્ર પર આધિપત્ય જમાવવાના પ્રયાસો ફરી એકવાર શરુ થયા છે. ૫૦ વર્ષ પહેલા અપોલો અને સ્પુતનિક મિશનની જેમ દુનિયાના નેતા હવે ફરી એકવાર અંતરિક્ષ પર આધિપત્ય સ્થાપિત કરવાની હોડમાં લાગી ગયા છે. જાેકે, પહેલાની સરખામણીમાં તેમાં અંતર છે.

૧૯૬૦થી ૭૦ના દાયકામાં અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રમાં નિયમ નક્કી કરેલા હતા, પરંતુ હવે દુનિયાની મહાસત્તાઓ ભવિષ્યમાં થનારા અંતરિક્ષ અભિયાનોના મૂભભૂત સિદ્ધાંતો પર પણ સહમત નથી થઈ રહી. એક અનુમાન પ્રમાણે ચંદ્ર પર મોટા પ્રમાણમાં હીલિયમ ૩ છૂપાયેલું છે અને તેના માટે દુનિયાભરના દેશો તેની પાછળ પડ્યા છે.

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે ૩ ચમચી હીલિયમ-૩ ધરતીના ૫૦૦૦ ટન કોલસા બરાબર થાય છે. બ્લુમબર્ગના રિપોર્ટ મુજબ અમેરિકા અને ચીનના અંતરિક્ષમાં અભિયાન ખાસ કરીને ખતરનાક છે, અહીં અંતરિક્ષ ઉપગ્રહોનો ખડકલો થઈ રહ્યો છે.

ઈલોન મસ્ક, જેફ બેજાેસ જેવા અબજાેપતિથી લઈને રવાંડા અને ફિલીપીન્સ સુધી પોતાના સેટેલાઈટ લોન્ચ કરી રહ્યા છે. તેમનો ઈરાદો દુનિયાની સાથે પગલું માંડવાનો છે અને નવા બિઝનેસની તકો શોધવાનો છે. અમેરિકા અને ચીન આ મામલે સખત પ્રયાસ કરી રહ્યા છે, આ કારણે બન્ને વચ્ચે મતભેદ પણ વધી રહ્યા છે.

અંતરિક્ષમાં ચીન અને અમેરિકાના અસહયોગના લીધે સ્પેસમાં હથિયારો લઈ જવાનો ખતરો ઉભો થઈ રહ્યો છે. આ સિવાય ચંદ્ર અબજાે ડોલરના ખનીજ પદાર્થ છૂપાયેલા છે, જે કાઢવા માટે બન્ને દેશો વચ્ચે સંઘર્ષ છેડાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રાલયના પૂર્વ અધિકારી મેલ્કમ ડેવિસે કહ્યું, “પશ્ચિમ તરફ અમારી ચિંતા એ છે કે રસ્તો કોણ પૂરો કરશે, એટલે કે સંશાધનો સુધી કોણ પહોંચશે?” ડેવિસે કહ્યું, “સૌથી મોટો ખતરો એ છે કે તમારી પાસે બે અલગ-અલગ નિયમ છે.

બની શકે કે વર્ષ ૨૦૩૦ના દાયકામાં એક ચીનની કંપની ચંદ્ર પર હોય અને સંપૂર્ણ દક્ષિણ ચીન સાગરની જેમ ચંદ્રના સંશોધનો પર પોતાનો દાવો કરી શકે છે. અંતરિક્ષ હજુ સુધી એવી જગ્યા છે કે અહીં માનવતાના હિત માટે વિરોધી દેશ પણ એક સાથે આવી ગયા છે.

જાેકે, અમેરિકા અને તેના યુરોપના સહયોગી દેશો ચીન અને રશિયા સાથે ચાલી રહેલી પ્રતિસ્પર્ધાને અંતરિક્ષ સુધી લઈને પહોંચી ગયા છે. ચીન અને રશિયાનો આરોપ છે કે અમેરિકા યુક્રેન અને તાઈવાનમાં તણાવ વધારી રહ્યું છે. ચીનના સરકારી મીડિયાએ ચેતવણી આપી છે કે અમેરિકા હવે ‘અંતરિક્ષ’માં નાટો બનાવવા માગે છે.

આ સંપૂર્ણ વિવાદના મૂળમાં અમેરિકાએ બનાવેલા અર્તેમિસ સમજૂતી છે જે તેણે ચંદ્ર, મંગળ અને આગળના બ્રહ્માંડ માટે બનાવી છે. તેના સિદ્ધાંત કાયદાકીય રીતે બંધનકર્તા નથી. નાસા આ દશકના અંત સુધીમાં માણસોને ચંદ્ર પર ઉતારવા માગે છે અને અહીંના અનમોલ ખનીજાે માટે ખોદકામ શરુ કરવા માગે છે. અર્તેમિસ સમજૂતી પર અત્યાર સુધીમાં ૧૯ દેશોએ સહમતિ આપી છે.

યુક્રેને વર્ષ ૨૦૨૦માં આ સમજૂતીને મંજૂરી આપી હતી. ચીન અને રશિયા બન્નેએ આ સમજૂતીનો વિરોધ કર્યો છે. ચીન અને રશિયા બન્ને હવે અંતરિક્ષમાં વધારે સહયોગ વધારવાની જાહેરાત કરી છે.

તેઓ હવે ચંદ્ર માટે એક વૈકલ્પિક પ્રોજેક્ટને આગળ વધારી રહ્યા છે અને તેમનું કહેવું છે કે આ તમામ દેશો માટે ખુલ્લું છે. તેને અંતરિક્ષ લૂનર રિસર્ચ સ્ટેશન નામ આપવામાં આવ્યું છે. ચીન અને અમેરિકાની સમજૂતીમાં મુખ્ય વાંધો ‘સેફ્ટી ઝોન’ને લઈને છે. આ સેફ્ટી ઝોન ચંદ્ર પર બનાવેલો કેટલોક વિસ્તાર હશે જેનાથી અન્ય દેશોએ દૂર રહેવાનું છે. ચીન તેને અંતરિક્ષ કાયદાનું ઉલ્લંઘન માની રહ્યું છે.

ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગનું સપનું છે કે દેશને સ્પેસ ઈન્ડસ્ટ્રી બનાવવી છે. તેઓ ચીનને એક સ્પેસ પાવર બનાવવા માગે છે. ચીની રોબોટવાળા લૂનર મિશનને વર્ષ ૨૦૨૫માં રવાના કરવા જઈ રહ્યું છે ચીન. ચીન વર્ષ ૨૦૩૦ સુધીમાં અંતરિક્ષયાત્રીને ચંદ્ર પર મોકલવાનની યોજના છે. ચીન ભવિષ્યનું નાસા બનવા માગે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.