Western Times News

Gujarati News

IGLએ દિલ્હી-NCR અને આસપાસના વિસ્તારોમાં સીએનજી ૨ રૂપિયા પ્રતિ કિલો મોંઘો કર્યો

નવી દિલ્હી, દેશભરમાં પેટ્રોલિયમ પેદાશો પર મોંઘવારી ચાલુ છે. હવે સરકારે ફરી એકવાર સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. આઈજીએલએ દિલ્હી-એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં સીએનજી ૨ રૂપિયા પ્રતિ કિલો મોંઘો કર્યો છે. આ વધેલી કિંમત શનિવારે સવારે ૬ વાગ્યાથી લાગુ કરવામાં આવી છે.

આ જાહેરાત સાથે, નોઇડા-ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં સીએનજી ૭૮.૧૭ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. જાે ગુરુગ્રામની વાત કરીએ તો સીએનજીની કિંમત દિલ્હીમાં ૮૩.૯૪ રૂપિયા પ્રતિ કિલો અને દિલ્હીમાં ૭૫.૬૧ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. છેલ્લા ૬ દિવસમાં સીએનજીના ભાવમાં આ સતત બીજાે વધારો છે. અગાઉ ૧૫ મેના રોજ સીએનજીના ભાવમાં ૨ રૂપિયાનો વધારો થયો હતો.

રેવાડીમાં સીએનજીની કિંમત હવે ૮૪.૨૭ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૮૬.૦૭ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. કરનાલ અને કૈથલમાં સીએનજીની કિંમત ૮૨.૨૭ રૂપિયા પ્રતિ કિલોથી વધીને હવે ૮૪.૨૭ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. મુઝફ્ફરનગરમાં સીએનજીની કિંમત ૮૦.૮૪ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૮૨.૮૪ રૂપિયા અને કાનપુરમાં ૮૫.૪૦ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૮૭.૪૦ રૂપિયા થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે સીએનજીને વાહનો માટે સસ્તું અને સુરક્ષિત ઈંધણ માનવામાં આવે છે. આ કારણોસર, મોંઘા હોવા છતાં, લોકો સીએનજી વાહનો ખરીદવાનું પસંદ કરે છે. તેનું કારણ એ છે કે સસ્તા ઈંધણને કારણે લાંબા ગાળે આ વાહનોની કિંમત ઘણી ઓછી થઈ જાય છે. જાે કે હવે સીએનજીના ભાવમાં સતત વધારાને કારણે આ વિકલ્પ પણ લોકો માટે મોંઘો બની રહ્યો છે.

જાે આપણે પેટ્રોલ અને ડીઝલની વાત કરીએ તો દેશભરમાં તેમની કિંમતો સતત ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરથી ઉપર ચાલી રહી છે. ઘરેલું રસોઈ ગેસ એટલે કે એલપીજી ગેસના સિલિન્ડર પણ ૧ હજાર રૂપિયાને પાર કરી ગયા છે. આ સંજાેગોમાં લોકોની મુશ્કેલી વધી રહી છે.

પેટ્રોલ અને ડીઝલના મોંઘા ભાવને કારણે માલસામાનની હેરફેર અને લોકોની અવરજવર પણ મોંઘી થઈ ગઈ છે, જે સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.