Western Times News

Gujarati News

સોનિયા ગાંધી અને નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી

નવીદિલ્હી, દેશ આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૩૧મી પુણ્યતિથિ પર યાદ કરીને ભાવુક થયો છે. સન ૧૯૯૧માં આજના દિવસે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી.

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ દિલ્હીના વીરભૂમિમાં પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની ૩૧મી પુણ્યતિથિ પર તેમણે શ્રદ્ધાંજલિ આપ્યા છે. જ્યારે રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્‌વીટ કરીને પિતા રાહુલ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

રાહુલ ગાંધીએ વીડિયો શેર કરીને લખ્યું, “મારા પિતા એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા જેમની નીતિઓએ આધુનિક ભારતને આકાર આપવામાં મદદ કરી. તેઓ એક દયાળુ વ્યક્તિ હતા, અને મારા અને પ્રિયંકાના અદ્ભુત પિતા હતા, જેમણે અમને ક્ષમા અને સહાનુભૂતિનું મૂલ્ય શીખવ્યું. મને તેમની ખૂબ યાદ આવે છે અને અમે બન્નેએ સાથે જે સમય વિતાવ્યો છે, તેણે યાદ કરું છું.

તેના સિવાય દેશના પીએમ નરેન્દ્ર મોદીએ પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું, આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. કોંગ્રેસ નેતા પી ચિદંબરમ અને સચિન પાયલોટે પણ દિલ્હીના વીર ભૂમિમાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની ૩૧મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી.

આ અવસરે સચિન પાયલટે ટિ્‌વટ કરીને કહ્યું, ભારતમાં કોમ્પ્યૂટર અને દૂરસંચાર ક્રાંતિનો પાયો નાંખનાર, ૨૧મી સદીના આધુનિક ભારતના શિલ્પી પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર તેમણે વિનમ્ર શ્રદ્ધાંજલિ. આધુનિક વિચારો અને દૂરદર્શિતાથી દેશને એક નવી દિશા ચિંધનાર રાજીવ જી સદૈવ આપણા બધાના પ્રેરણાસ્ત્રોત રહેશે.HS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.