Western Times News

Gujarati News

ભરૂચ – દહેજ રેલ્વે ટ્રેક ઉપરથી બે યુવાનોના મૃતદેહ મળી આવતા હત્યા કે આત્મહત્યાનું ઘુંટાતું રહસ્ય…

ભરૂચ – દહેજ રેલ્વે ટ્રેક ઉપરથી બે યુવાનોના મૃતદેહ મળી આવતા હત્યા કે આત્મહત્યાનું ઘુંટાતું રહસ્ય.

એક મૃતકના મોઢાના ભાગે ગંભીર ઈજા જયારે એક મૃતકના ગળા ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા હોવાની આશંકાઓ.

હત્યા બાદ એક વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાનું પ્રથામિક અનુમાન : ગુડઝ ટ્રેનના ડ્રાઈવરે રેલ્વે તંત્રને જાણ કરતાં રેલ્વે પોલીસે તપાસ શરૂ.

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ થી દહેજ તરફ ની રેલ્વે ટ્રેક ઉપર થી ગુડ્ઝ ટ્રેનો પસાર થઈ રહી છે.જેમાં શક્તિનાથ નજીક રેલ્વે ટ્રેક ઉપર બે પુરુષના ઈજાગ્રસ્ત અવસ્થામાં મૃતદેહ મળી આવતા એક વ્યક્તિએ અન્ય એકની હત્યા કરી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.જેના પગલે પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.એક ઈજાગ્રસ્તને ગાળાના ભાગે તીક્ષ્ણ ઘા હોવાના કારણે હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય પેચીદુ બની ગયું છે.

ભરૂચ – દહેજ વચ્ચે રેલવે ટ્રેક ઉપરથી પર ગુડ્સ ટ્રેન ચાલી રહી છે.જે રેલ્વે ટ્રેક ઉપર શક્તિનાથ નજીક ૨ યુવકો ટ્રેનની અડફેટે આવી ગયા હોવાની જાણ ટ્રેનના ડ્રાઈવરે રેલવેને કરતા રેલ્વે તંત્રએ સ્થળ પર દોડી આવ્યો હતો અને બન્ને મૃતદેહોનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે.બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ – દહેજ વચ્ચે ગુડઝ ટ્રેન ચાલી રહી છે અને સવારે ભરૂચ રેલવે થી દહેજ તરફ ગુડઝ ટ્રેન નંબર E BOX DGFJ પસાર થઈ રહી હતી.તે દરમ્યાન શક્તિનાથ રેલ્વે ટ્રેક પાસે ૨ અજાણ્યા યુવકો ટ્રેનની અડફેટે આવી ગયા હોવાની જ ટ્રેનના ડ્રાઈવરે ભરૂચ રેલ્વે કરી હતી.સ્થળ પર દોડી આવેલી રેલવે પોલીસે તપાસ કરતા બન્ને મૃતદેહો રેલવે ટ્રેકની સાઈડ ઉપર પડ્યા હતા.

જેના કારણે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલીવારસોની શોધખોળ કરતા એકનું નામ રાકેશ સંધ્યા માવી ઉ.વ.૩૫ તથા ચદરૂ કલજી પરમાર ઉવ.૨૬ રહે મૂળ,દાહોદના અને હાલ ભરૂચમાં મજૂરીકામ અર્થે સ્થાયી થયા હોવાની માહિતી મળી હતી અને મજૂરી કામે ગયા બાદ પરત ન આવતાં તેને પરિવારજનોએ શોધખોળ આરંભી હતી.રેલ્વે ટ્રેક ઉપર થી મળી આવેલા મૃતદેહોમાં એક વ્યક્તિના મોઢા ઉપર ગંભીર ઈજા કરેલી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.જયારે તેની નજીકમાં રહેલો અન્ય એક મૃતકના ગળા ઉપર તીક્ષ્ણ હથિયાર નો ઘા હોવાનો પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

ત્યારે બંને મૃતકોના મોત નું સાચું કારણ પોસ્ટમોટર્મ રિપોર્ટ બાદ પણ બહાર આવશે.ત્યાં સુધી સમગ્ર મુદ્દો ભરૂચ શહેરમાં ટોક ઓફ ઘ ટાઉન બન્યો છે.જોવું રહ્યું કે રેલ્વે પોલીસની તપાસ માં બંને મૃતકોમાં શું બહાર આવે છે. શક્તિનાથના રેલ્વે ટ્રેક નજીક થી બે મૃતદેહો મળી આવ્યા હતા.જેમાં રેલ્વે પોલીસે ટ્રેનની અડફેટે મોત થયા હોવાનું અનુમાન લગાવી અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.પરંતુ રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની અડફેટે મોત થયા હોય તો મૃતદેહ ટ્રેક ઉપર હોવા જોઈએ.પરંતુ બંને મૃતદેહ ટ્રેકની સાઈડ ઉપર પડેલા હોય અને એક મૃતકને માત્ર ગાળાના ભાગે ઈજા જોવા મળી છે જયારે અન્ય મૃતકને મોઢાના ભાગે મેટલ પથ્થરો થી માર મારી મોત ને ઘાટ ઉતાર્યો હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.ત્યારે પોલીસ ની તપાસ માં શું બહાર આવે છે તે જોવું રહ્યું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.