Western Times News

Gujarati News

પેટ્રોલમાં લિટર દીઠ રૂપિયા 9.5નો ઘટાડોઃ ડીઝલ 7 રુપિયા સસ્તું થયું

નવી દિલ્હી, મોદી સરકારે પ્રજાને ઈંધણના વધી રહેલા ભાવને લઈ મોટી રાહત જાહેર કરી છે. આ સાથે જ પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો તોતિંગ ઘટાડો જાહેર કર્યો છે.

આ ઘટાડો સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી પ્રજાને રાહત આપવામાં આવી રહી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટમાં લિટર દીઠ રૂપિયા 8 અને ડીઝલમાં રૂપિયા 6નો ઘટાડો કરી રહ્યા છીએ. તેને લીધે પેટ્રોલની કિંમત લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલ રૂપિયા 7 સસ્તુ થઈ જશે.

આ સાથે સરકારે ગેસ સિલિન્ડર પર રૂપિયા 200નો ઘટાડો જાહેર કર્યો છે, એટલે કે સરકાર હવે ગેસ સિલિન્ડર પર રૂપિયા 200 સબસિડી આપશે. નાણાં મંત્રીએ PM ઉજ્જવલા યોજના હેઠળના સિલેન્ડર પર આ વર્ષે રૂપિયા 200ની સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ સાથે એક પરિવારે વર્ષમાં 12 સિલેન્ડર મળશે. તેનાથી દેશમાં 9 કરોડ પરિવારને લાભ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.