Western Times News

Gujarati News

હવે ચીનને છોડીને ભારત આવવાની તૈયારીમાં એપલ

નવી દિલ્હી, ઉદ્યોગ અને નિર્માણ જગતમાં ભારત ઝડપથી ઉભરી રહ્યું છે. કોરોના કાળ પછી જ્યાં દુનિયાભરના બજારમાં કોહરામ મચેલો છે આવામાં ભારત અર્થવ્યવસ્થાના મામલે સતત આગળ વધી રહ્યું છે. તેનું પરિણામ એ આવી રહ્યું છે કે બધી વૈશ્વિક દિગ્ગજ કંપનીઓની નજરમાં ભારતમાં રોકાણ માટે સુરક્ષિત બજાર બની રહ્યું છે.

ઘણી મોટી કંપનીઓ અન્ય દેશમાંથી પોતાનો વેપાર સમેટીને ભારતમાં લાવવાના પ્રયત્નમાં છે. તાજાે મામલો ટેક જગતની દિગ્ગજ કંપની એપલ સાથે જાેડાયેલો છે. જાણકારી મળી છે કે એપલ ચીનથી પોતાના ઉત્પાદનને બીજા દેશમાં ટ્રાન્સફર કરવા પર વિચાર કરી રહ્યું છે અને તેમને ભારતમાં એક સારો વિકલ્પ જાેવા મળી રહ્યો છે.

Apple પોતાના ઘણા અનુબંધ નિર્માતાઓને નિર્દેશ આપ્યો છે કે તે ચીનની બહાર ઉત્પાદન વધારવા માંગે છે. વોલ સ્ટ્રીટ જર્નલના મતે ખબર પડી છે કે એપલ ભારત અને વિયેતનામમાં પોતાનો વેપાર સ્થાપિત કરવાની સંભાવનાઓ પર વિચાર અને અધ્યયન કરી રહ્યું છે. ભારત અને વિયેતનામમાં હાલ એપલના વૈશ્વિક ઉત્પાદનની ઘણી ઓછી ભાગીદારી છે.

અંદાજ પ્રમાણે સ્વતંત્ર નિર્માતા ચીનમાં ૯૦ ટકાથી વધારે એપલ ઉત્પાદન જેમ કે આઈફોન (iPhones),આઈપેડ (iPads)અને મેકબુક (MacBook) કમ્પ્યુટરોનું નિર્માણ કરે છે.

ગત મહિને એપલના સીઇઓ ટીમ કુકે કહ્યું હતું કે તેમની આપૂર્તિ શ્રુંખલા વાસ્તવમાં વૈશ્વિક છે અને તેથી ઉત્પાદ દરેક સ્થાને બનાવવામાં આવે છે. તેમણે એ પણ કહ્યું કે તે અન્ય દેશોમાં સંભાવનાઓ પર સતત વિચાર કરી રહ્યા છે.

જાણકારો જણાવે છે કે કેટલાક સમયથી એપલના વરિષ્ઠ અધિકારી સતત એ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. ચીનમાંથી પોતાનો વેપાર સમેટવા મામલે એક્સપર્ટ બીજિંગનું દમનકારી શાસન અને અમેરિકા સાથે તેના વધી રહેલા વિવાદ ગણાવે છે. ચીન પર એપલની ર્નિભરતા એક મોટા જાેખમથી ભરેલી છે.

૨૦૨૦ની શરૂઆતમાં કોવિડ મહામારી દુનિયાભરમાં ફેલાવવાના કારણે એપલ ચીનથી દૂર થવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. જાેકે મહામારીએ તેમની પ્લાનિંગ પર રોક લગાવી દીધી હતી.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.