Western Times News

Gujarati News

સુરત પોન્ઝી સ્કીમમાં બે આરોપી નેપાળ બોર્ડર નજીકથી પકડાયા

સુરત, મહેનત વગર રૂપિયા ઝડપથી કમાવવાની લાલચમાં છેતરપિંડીના ઘણાં કિસ્સા બનતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો હતો.

જેમાં સુરત શહેરમાં એક પોન્ઝી સ્કીમના નામે લોકોને છેતરવાનો કિસ્સો બન્યો હતો. આ સ્કીમમાં રૂપિયા રોક્યા બાદ એક મહિનામાં રૂપિયા ત્રણ ગણા કરવાની લાલચ આપીને ફરાર થયેલા આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ કેસમાં સફળતા મેળવીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. જાેકે, આ કેસમાં હજુ પણ એક આરોપી ફરાર છે જેને ઝડપી પાડવા માટે તપાસ ચાલુ છે. આરોપીઓ દ્વારા સક્સેસ બૂલના નામે ઓફિસ ચલાવવામાં આવી રહી હતી.

જે રીતે આરોપીઓ નેપાળની બોર્ડર પાસેથી પકડાયા છે તે જાેતા તેઓ દેશ છોડીને ભાગવાની ફિરાકમાં હતા કે કેમ તે અંગે પણ આગામી સમયમાં તપાસ કરવામાં આવશે.

મળતી વિગતો પ્રમાણે ૩૪,૧૦૦ રૂપિયાના રોકાણ સામે ૯૦ હજાર રૂપિયા આપવાની લાલચે લોકો પાસે છેતરપિંડી કરવામાં આવી હતી. અગાઉ આ કેસમાં સામે આવેલી વિગતો પ્રમાણે એક મહિનાની અંદર રૂપિયા ત્રણ ગણા કરી આપવાની સ્કીમના નામે લોકોને લલચાવાતા હતા.

ડિંડોલીમાં સક્સેસ બૂલના નામે ઓફિસ બનાવીને લોકોની સાથે છેતરપિંડી કરનારા ઘનશ્યામ ઠાકુર નામના શખ્સને પોલીસે બિહાર અને નેપાળ બોર્ડરની નજીક આવેલા એક ગામમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીના ત્યાં ૬૭

રોકાણકારોના કુલ ૨૨ લાખ જેટલા રૂપિયા હતા જે લઈને તે ફરાર થઈ ગયો હતો. પોલીસે મુખ્ય આરોપી ઘનશ્યામ ઠાકુર સાથે અન્ય એક શખ્સની ધરપકડ કરી છે જ્યારે વધુ એક આરોપીની શોધખોળ ચાલુ છે.

આ મામલે સુરત શહેર પોલીસના કમિશનર અજય તોમર જણાવ્યું છે કે, “મુખ્ય આરોપી મૂળ બિહારનો છે. એનું નામ ઘનશ્યામ ઠાકુર છે. અમારી ટીમ બિહાર ગઈ હતી આરોપીએ પકડાઈ ના જવાય તે માટે ઘણાં પ્રયાસ કર્યા હતા પરંતુ અમારી ટીમને સફળતા મળી છે અને આરોપીને પકડીને સુરત લાવવામાં આવ્યો છે.

પોન્ઝી સ્કીમના આરોપીઓને પકડવામાં સફળતા મળી છે.” પોલીસે આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક મુખ્ય આરોપી ઘનશ્યામ છે જ્યારે બીજાે રિક્ષા ચાલક છે. આ રિક્ષાચાલક લોકોને ભોળવીને ઘનશ્યામના ત્યાં લાવતો હતો અને પછી લોકોને રૂપિયા ત્રણ ગણા કરવાની લાલચ આપીને તેમની પાસેથી રૂપિયા લેવામાં આવતા હતા.

આ કેસમાં એવી પણ વિગતો સામે આવી રહી છે કે રિક્ષાચાલક ગ્રાહકોને ઘનશ્યામ પાસે લઈ જાય તો તેઓ જેટલા રૂપિયાનું રોકાણ કરે તેમાંથી બે ટકા તેમને મળતા હતા.

મહત્વનું છે કે, ડિંડોલીના યુવકે શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં ઓફિસ બનાવી હતી કે જ્યાં લોકોને તેમના રોકાણ પર એક જ મહિનાની અંદર ત્રણ ગણા રૂપિયા આપવાની લાલચે છેતરપિંડી કરી હોવાનો કિસ્સો બન્યો હતો. આરોપી ઘનશ્યામ ઠાકુર સહિત તેના સાગરિતો લોકોના રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા.

આ મામલે ઘનશ્યામ અને તેના સાગરિતો સામે ફરિયાદ કરવામાં આવી હતી. ગુજરાત તથા દેશમાં કૂકરમાં સોનું મૂકીને ચમકાવવાનું, પહેલા રૂપિયા ભરીને અડધી કિંમતમાં અઠવાડિયા પછી વસ્તુ આપવાની આ પ્રકારની ઘણી છેતરપિંડીની ઘટનાઓ છાસવારે બનતી રહે છે આમ છતાં ‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે’ તે કહેવત સાચી પૂરવાર થઈ રહી છે.

લોકો એક સામાન્ય લાલચમાં આવીને પોતાના પરસેવાની કમાણી દેખાદેખીમાં આવીને રોકતા હોય છે, જાેકે, એક બે કમાણીના ઉદાહરણ બતાવ્યા પછી છેતરપિંડી કરતી ગેંગ રાતોરાત ફરાર થઈ જતી હોય છે.

માત્ર અભણ નહીં પરંતુ ભણેલા લોકો પણ આવી લોભ-લાલચમાં આવીને પોતાના રૂપિયા ગુમાવતા હોવાના કિસ્સા અનેકવાર બન્યા છે. કોરોના કાળમાં આવેલા લોકડાઉનમાં આર્થિક ભીંસમાં મૂકાયેલા લોકોને છેતરપિંડી કરનારા લોકો સરળતાથી ટાર્ગેટ બનાવી રહ્યા છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.