Western Times News

Gujarati News

અમદાવાદમાં ડિજિટલ લાયસન્સ માન્ય ગણાશે

અમદાવાદ, અમદાવાદમાં લાયસન્સની તંગી નિવારવા્‌ર્ંએ મહત્વનો ર્નિણય લીધો છે. હવેથી અમદાવાદમાં ડિજિટલ લાયસન્સ માન્ય ગણવામાં આવશે. સમાર્ટકાર્ડના અભાવમાં ડિજિટલ લાયસન્સ માન્ય ગણવામાં આવશે.

વાહન ચાલક મોબાઈલમાં અથવા ડીજી લોકરમાં રાખેલું લાયસન્સ ટ્રાફિક પોલીસને બતાવી શકશે અને ટ્રાફિક પોલીસકર્મીએ પણ આ લાયસન્સ માન્ય ગણવું પડશે. અમદાવાદમાં આજે પણ સ્માર્ટકાર્ડમાં ઉપયોગ થતી ચિપના અભાવના કારણે ૧૪ હજાર લાયસન્સ પેન્ડિંગ છે. જેને કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે.

અત્યારે RTO પાસે સ્માર્ટકાર્ડની પેનડેન્સી ૧૩થી ૧૪ હજારની આસપાસ છે. હાલ ચીપના ઈસ્યુ જે ચાલે છે તેના કારણે થોડી ઘણી મુશ્કેલી પડી રહી છે. નાગરિકોને વિનંતી કરતાં અધિકારીએ કહ્યું કે જેમ જનતા ઑનલાઇન પેમેન્ટનો ઉપયોગ કરી રહી છે તેમ જ લાયસન્સ પણ mParivahan વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. અને ડીજી લોકરમાં પણ ડાઉનલોડ કરી શકાય છે તે પણ માન્ય છે.

સ્માર્ટ ચીપના ઈસ્યુ છે તેના કરાણે આ બધુ થયું છે. ડીજી લૉકરમાં જે લાયસન્સ ઈશ્યૂ છે તે ફિઝિકલ જેટલું માન્ય ગણાય છે. તેમાં કોઈ બાંધછોડ થશે નહીં. ગમે તે અધિકારીએ તેને યોગ્ય રાખવું પડશે કારણે કે સરકારનો પણ આ બાબતે સર્ક્‌યુલર થઈ ચૂક્યો છે. અમદાવાદ RTO આ ર્નિણયથી વાહન ચાલકોને મોટો ફાયદો થશે.

ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને પણ ફરીથી આ બાબતે જાણ કરી દેવામાં આવી છે. જેથી હવે કોઈ ચાર રસ્તા પર વાહન પકડે અને જાે લાયસન્સ ઈશ્યૂ ન થયું હોય કે ઘરે ભૂલી ગયા હોય તો ડીજી લૉકરનો ઉપયોગ કરી તમે પુરાવા બતાવી શકો છો જેને પોલીસે કે જ્યાં જરૂર પડે ત્યાં અધિકારીઓએ માન્ય રાખવા જરૂરી છે.

ડિજિટલ લોકર પર એકાઉન્ટ ખોલાવવા માટે સૌથી પહેલાં તમારે digilocker.gov.inઅથવા digitallocker.gov.in પર જવું પડશે. ત્યારબાદ રાઈટ સાઈટ પર સાઇન અપ પર ક્લિક કરો. આ પછી એક નવું પેજ ખુલશે જ્યાં તમારો મોબાઇલ નંબર એન્ટર કરવો પડશે. ડિજિલોકર તમારા મોબાઇલ નંબર પર એક OTP મોકલશે, જે તમારે નાખવું પડશે.

ત્યારબાદ યુઝર નામ અને પાસવર્ડ સેટ કરો. પછી તમે ડિજિલોકરનો ઉપયોગ કરી શકો છો.
ડિજિલોકરમાં તમારા દસ્તાવેજને સેવ કરવા માટે તમારે દસ્તાવેજાેને સ્કેન કરવા પડશે. તેના માટે તમે તમારા દસ્તાવેજાેની તસવીર ક્લિક કરી શકો છો અને પછી તેને ડિજિલોકરમાં સેવ કરી શકો છો.

ડિજિલોકરમાં તમે તમારી ૧૦મા, ૧૨મા, ગ્રેજ્યુએશનનની માર્કશીટ ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના ઘણાં દસ્તાવેજાે સેવ કરી શકો છો. તમને જણાવી દઈએ કે યુઝર લોકરમાં ૫૦ એમબીના જ દસ્તાવેજાે અપલોડ કરી શકે છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.