Western Times News

Gujarati News

ક્રાઈમ બ્રાન્ચને વધુ એક ડ્રગ પેડલરને પકડવામાં સફળતા

અમદાવાદ , તાજેતરમાં જ અમદાવાદના પાસેથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા કેટલાક આરોપીઓની તપાસ દરમિયાન મહત્વનો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક ડ્રગ પેડલરને પકડવામાં સફળતા મળી છે. પકડાયેલ ડ્રગ્સ પેડલર પર પાસેથી ૭ લાખથી વધુનો MD ડ્રગ્સનો જથ્થો કબજે કરી કેફે પર વેચાતા ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.

પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ છે મોહમ્મદ સોહેલ મન્સૂરી, મૂળ અમદાવાદના ફતેવાડી વિસ્તારનો રહેવાસી સોહીલ છેલ્લા બે વર્ષથી છૂટક વેચાણ ગેરકાયદેસર રીતે કેફે પર કરતો હતો. જે અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ સિંધુભવન રોડ ઉપરથી પકડેલા કેટલાક નાના ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સના બંધાણીઓની તપાસ કરતા આ ખુલાસો થયો હતો.

અગાઉ ક્રાઈમ બ્રાન્ચે ૧૩ જેટલા શખ્સોની અટકાયત કરતા સામે આવ્યું હતું કે, કેફે પર આસાનીથી કેવી રીતે ડ્રગ્સ લેનારાઓને આ ડ્રગ્સ મળી રહેતું તેનો ખુલાસો થયો હતો. જે સંદર્ભે વધુ તપાસ કરતા મોડી રાત્રે મકરબા રોડ પરથી ખાણીપીણી જગ્યા પરથી મોહમ્મદ સોહેલ મન્સૂરી પાસેથી ૭૧.૨૮ ગ્રામ MD ડ્રગ્સ કબ્જે કર્યું હતું.

પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવી છે કે, છેલ્લા ૩ માસથી સોહીલ મન્સૂરી પણ MD ડ્રગ્સનું સેવન કરતો હતો. એમડી ડ્રગ્સ ખરીદી લાવી નાની-નાની જીપર બેગ બનાવી છૂટક વેચતો હતો. મહત્વનું છે કે, પોલીસને સોહીલ પાસેથી મોટી ૫૦ ગ્રામની જીપર પણ મળી આવી હતી.

સોહીલ સાંજથી મકરબા વિસ્તારમાં ખાણીપીણીની જગ્યા ઉપર મોડી રાત સુધી MD ડ્રગ્સની નાની નાની ૧ ગ્રામની જીપર ૨૦૦૦ થી ૨૫૦૦ ના ભાવમાં વેચતો હતો. જાેકે પોલીસ હવે તે અંગે તપાસમાં લાગી છે કે, MD ડ્રગ્સનો જથ્થો સોહેલ મન્સૂરી કોની પાસેથી લાવતો હતો? મહત્વનું છે કે નશાના આદિ બનેલા યુવાનોને સરળતાથી ડ્રગ્સ સપ્લાય થવા લાગ્યું છે.

જે ગંભીર બાબત મનાઈ રહી છે. ત્યારે શહેર પોલીસ આવા મોટા ડ્રગ્સ માફિયાઓ સુધી ક્યારે પહોંચે છે? યુવાનોને ડ્રગ્સની ચુંગાલમાંથી છોડાવવા માટે શું પ્રયત્નો કરે તો આગામી સમયમાં ડ્રગ્સને અમદાવાદમાં આવતો રોકી શકાય.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.