Western Times News

Gujarati News

સુરતમાં એક જ ટિકિટથી BRTS-સિટી બસમાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે

સુરત, શહેરમાં વધતા જતા ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા માટે ટિકિટ વન જર્નીનો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. એક ટીકીટ લઈને તમે સિટી અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરી શકાશે, જેણા કારણે સમયનો બચાવ પણ થશે. સિટી-બીઆરટીએસ બસમાં રૂપિયા ૨૫ ની ટિકિટ લઈને તમે આખો દિવસ અનલિમિટેડ મુસાફરી કરી શકશો.

સુરતમાં ટ્રાફિક-પ્રદૂષણ ઘટાડવા મ્યુનિ દ્વારા આ આયોજન કરી રહ્યું છે. બીજી બાજુ મોંઘવારીમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધતા મધ્યમ અને નોકરીયાત વર્ગને આર્થિક રાહત થશે. તમને જણાવી દઈએ કે, શહેરમાં ૫૮ રૂટ પર બસોમાં ૨.૩૦ લાખ લોકો મુસાફરી કરે છે. બસના મુસાફરો દ્વારા દૈનિક ૧૨,૦૦૦ મનીકાર્ડનો વપરાશ થઇ રહ્યો છે. સુરત કોર્પોરેશન ૧૫ જૂનથી આ સ્કીમ લાગુ કરવા જઈ રહી છે.

સુરત શહેરમાં ૫૮ રૂટ પર ૮૦૦ જેટલી બીઆરટીએસ અને સીટી બસ હાલ દોડી રહી છે. તેમાં દરરોજ ૨.૩૦ લાખ મુસાફરો મુસાફરી કરે છે. આ તમામ મુસાફરોને બીઆરટીએસમાંથી સીટી બસમાં મુસાફરી કરવી હોય તો અલગ ટિકિટ લેવી પડે છે.

સાથે ટિકિટ ખરીદવામાં પણ ખૂબ સમયનો વેડફાટ થાય છે. આવા તબક્કે સુરત મહાનગરપાલિકાએ એક નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં વન ટિકિટ વન જર્ની કોન્સેપ્ટને અમલમાં મુકવામાં આવશે.

સુરત શહેર ઝડપથી મેટ્રો સિટી બનવા જઈ રહ્યું છે. સુરત શહેરમાં લોકો ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ અને અમલ કરવાની દિશામાં અગ્રેસર બની રહ્યા છે. આ વર્ષે બજેટમાં સુરત મહાનગરપાલિકાએ એક નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં જાહેર પરિવહન એટલે કે ડીઆરડીએ, સીટી બસ, મેટ્રોનો ઉપયોગ એક જ ટિકિટમાંથી થાય તેવી ટેક્નોલોજીનો વિકાસ કરવામાં આવ્યો છે.

અલબત્ત હાલ સુરત શહેરમાં મેટ્રો રેલ શરૂ થઈ નથી તેનું કામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. પરંતુ બીઆરટીએસ અને સીટી બસ ચાલી રહી છે.HS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.