Western Times News

Gujarati News

ગરમીની સીઝનમાં શરીરને ટાઢક આપતી તાડફળીનું બજારમાં આગમન

(પ્રતિનિધી)શહેરા, પંચમહાલના દક્ષિણ પંચમહાલ વિસ્તારમાં તાડના મોટા પ્રમાણમાં વૃક્ષો આવેલા છે.હાલમાં જીલ્લાના બજારોમાં તાડફળી લઈને વેચતા વેપારીઓ જાેવા મળી રહ્યા છે.ઉનાળાની ગરમીના માહોલમાં આ ઠંડક આપતા ફળની ભારે માંગ હાલ બજારમાં જાેવા મળી રહી છે.

શહેરા સહિત અન્ય તાલુકાના બજારોમાં શરીરને ઠંડક આપતી તાડફળીનું આગમન થયુ છે,આ સીઝનમાં તાડના વૃક્ષો પર તાડફળી લાગવા માડે છે. ૩૦ ફુટ જેટલી ઊંચાઈ ધરાવતા તાડના વૃક્ષો મોટા ભારે ગ્રામીણ વિસ્તારમાં જાેવા મળે છે.

જેમાં હાલોલ અને કાલોલ તાલુકામાં મોટી સંખ્યામા તાડના વૃક્ષો જાેવા મળી રહ્યા છે. તાડ સામાન્ય પરિવારને રોજીરોટી આપતુ વૃક્ષ માનવામા આવે છે,તાડના મોટા પાનમાંથી એક પ્રકારનો રસ ઝરે છે,તેને તાડી અથવા નીરો પણ કહેવામા આવે છે.

તાડીના શોખીનો તેને શોખથી પીવે છે. પથરી જેવા અસરકારક રોગો માટે નીરો અસરકારક હોવાનુ માનવામા આવે છે.તાડીની સાથે સાથે તાડના વૃક્ષનુ ફળ જેને તાડફળી પણ કહેવામા આવે છે.તેની બજારમા ભારે માંગ જાેવા મળી રહી છે,તાડના ઝાડપણ હાલમા તાડફળી મોટા પ્રમાણમાં જાેવા મળી રહી છે.સવારના સમયમાં બજારમા વેપારીઓ ખાખરાના પાનમાં રાખીને તેનુ વેચાણ કરતા જાેવા મળે છે.

તાડફળીનુ ફળ મોટુ નાળિયેર આકારનુ પણ જાંબળી-કાળા રંગનુ હોય છે.તેને કાપવામા આવતા તેમાથી ત્રણ જેટલી નાની ગોટલી નીકળે છે,ઉનાળાની ધગધગતી ગરમીમા ઠંડકનો અહેસાસ કરાવતી તાડફળી પેટના રોગો માટે અસરકારક હોવાનુપણ માનવામા આવે છે.

હાલમાં જીલ્લામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે માર્ગ પર પણ તાડફળી વેચનારાઓ જાેવા મળી રહ્યા છે.હાઈવે માર્ગ પરથી અવરજવર કરનારા લોકો તાડફળીની ખરીદી કરતા જાેવા મળી રહ્યા છે.હાલમા ૮૦ રૂપિયાની કિલોના ભાવે તાડફળી વેચાઈ રહી છે.હાલમાં ઉનાળાની સીઝનમાં શરીરમાં ટાઢક આપતી તાડફળીની બજારમાં માંગ થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.