Western Times News

Gujarati News

કાબુલમાં ઈસ્તિકલાલ હોલના ગેટ પર વિસ્ફોટમાં ૩નાં મોત

પ્રતિકાત્મક

કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રવિવારે જાેરદાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં તાલિબાનના પૂર્વ નેતા મુલ્લા અખ્તર મોહમ્મદ મંસૂરની વર્ષગાંઠ મનાવવા આવેલા લોકોને નિશાન બનાવ્યા છે. આ વિસ્ફોટ ઈસ્તિકલાલ હોલના ગેટ પર થયો.

જાણકારી અનુસાર અત્યાર સુધી ૩ લોકોના આ બ્લાસ્ટમાં મોત નીપજ્યા છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ હુમલો ઈસ્લામિક સ્ટેટ ખુરાસાને કર્યો છે, જે વૈશ્વિક આતંકી સંગઠન આઈએસઆઈએસની અફઘાનિસ્તાન સ્થિત બ્રાન્ચ છે.

લોકો ઈસ્તેગલાલ હોલના ગેટ પર તાલિબાની નેતાના મોતની વર્ષગાંઠ મનાવવા પહોંચ્યા હતા. એવી જાણકારી છે કે આ બ્લાસ્ટ બપોરે કરવામાં આવ્યો. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. અફઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ થવો સામાન્ય વાત થઈ ગઈ છે. આ મોટાભાગના બ્લાસ્ટના તાર આઈએસઆઈએસ સાથે જાેડાયેલા હોય છે.

બોમ્બ વિસ્ફોટ કાબુલના ૧૦મા સિક્યોરિટી જિલ્લામાં થયો છે. ઘટના ઈસ્તેગલાલ હોટલ નજીક કાબુલના હામિદ કરજઈ એરપોર્ટ વાળા રસ્તા પર થઈ છે. આ હોટલમાં તાલિબાની નેતા મુલ્લાહ અખ્તર મંસૂરની મોતની વર્ષગાંઠ મનાવવામાં આવી રહી હતી, જેમની હત્યા થઈ હતી.

પ્રાથમિક જાણકારી અનુસાર અત્યાર સુધી ત્રણ લોકોના આ હુમલામાં મોત નીપજ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ કરી શકાઈ નથી. તાલિબાનના ગૃહ મંત્રીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અગાઉ ગયા મહિને ઉત્તરી અફઘાનિસ્તાનમાં અમુક મિનિટના અંતરે બ્લાસ્ટ થયા છે.

જેમાં નવ લોકોના મોત નીપજ્યા અને ૧૩ લોકો ઈજાગ્રસ્ત થયા. બે દિવસ પૂર્વે અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતમાં પણ એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

આ બ્લાસ્ટ એક મિની બસને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. અગાઉ પણ અફઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓ બની ચૂકી છે. જાેકે આ વખતે બ્લાસ્ટની અત્યાર સુધી કોઈએ પણ જવાબદારી લીધી નથી.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.