Western Times News

Gujarati News

દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે વિનય કુમાર સક્સેનાની વરણી

નવીદિલ્હી, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પદેથી અનિલ બૈજલના રાજીનામા બાદ નવા એલજીનું નામ સામે આવ્યું છે. વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અનિલ બૈજલનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે૧૮ મેના રોજ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે અચાનક રાજીનામું આપી દીધું હતું. બૈજલે રાજીનામા પાછળ અંગત કારણો આપ્યા હતા. લેફ્ટનન્ટ ગવર્નર તરીકેનો તેમનો ૫ વર્ષનો કાર્યકાળ ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ પૂર્ણ થયો હતો.

જાેકે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરનો કાર્યકાળ નિશ્ચિત નથી. દિલ્હીની કેજરીવાલ સરકાર અને પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ વચ્ચે ઘણી બધી બાબતોને લઈને ટકરાવની વાતો સામે આવતી હતી.

બૈજલે એક વર્ષ પહેલા દિલ્હી સરકારની ૧૦૦૦ બસોની ખરીદી પ્રક્રિયાની તપાસ માટે ત્રણ સભ્યોની એક સમિતિની રચના કરી હતી. ભારતીય જનતા પાર્ટી આ મામલામાં સીબીઆઈ તપાસની સતત અપીલ કરી રહી હતી. લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા રચવામાં આવેલી પેનલમાં એક નિવૃત્ત ૈંછજી અધિકારી, તકેદારી વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને દિલ્હી સરકારના ટ્રાન્સપોર્ટ કમિશનરનો સમાવેશ થાય છે. આ મુદ્દે પણ તેમની કેજરીવાલ સરકાર સાથે ઘણી ટક્કર થઈ હતી.HS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.