Western Times News

Gujarati News

આઈફોન યુઝર્સ સાવધાન!! ફોન બંધ હશે તો પણ વાયરસ હુમલો કરશે

પ્રતિકાત્મક

(એજન્સી) નવીદિલ્હી, જ્યારે તમે તમારા ફોનને બંધ કરો છો તો તમારો આઈફોન સંપૂર્ણ રીતે બંધ થતો નથી. ચીપસેટ સહિત અનેક હાર્ડવેર ઓછા પાવર સાથે કામ કરતા જ રહે છે. આ તમારા આઈ ફોનને સરળતાથી શોધવા યોગ્ય બનાવવા માટે કામ કરી રહ્યા હોય છે.

જ્યારે તમે ફાઈન્ડ માઈ ફીચર’ નો ઉપયોગ કરો છો અથવા બેટરી પૂરી થયા પર પણ તમારા ક્રેડીટ કાર્ડ અને કારની ચાવીઓનો ઉપયોગ કરવાનો હોય છે જેનો દુરૂપયોગ થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ એક એવો વાયરસ બનાવ્યો છે કે જે આઈફોન બંધ થવા પર પણ કામ કરે છે.

જર્મનીની ટેકનિકલ યુનિવર્સિટી ઓફ ડાર્મેસ્ટેન્ડના વૈજ્ઞાનીકોના જણાવ્યા અનુસાર આઈફોનનો બ્લ્યુ ટ્રુથ ચીપ જે ફાઈન્ડ માઈ નેટવર્ક દ્વારા જીયોલોકેશન બનાવવા માટે જવાબદાર છે. તેના દ્વારા ચલાવવામાં આવી રહેલા ફર્મવૈયરને ડીજીટલ રીતે સાઈન અથવા એન્ફ્રીપ્ટ કરી શકતી નથી. ચીપની આ કી છે જેના પર અભ્યાસુઓએ મૈલવેયરથી શોષણ કરવામાં સફળતા હાંસલ કરી છે.

આનાથી તેને આઈફોનના લોકેશનને ટ્રેક કરવા અથવા તો ડીવાઈસ બંધ થવા દરમ્યાન નવા ફીચર્સને ટ્રીગર કરવાની અનુમતિ મળી છે.
આ ઉપરાંત ચીપસેટ દ્વારા ઉત્પન્ન થનારા જાેખમ અંગેે અભ્યાસ કરવામાં આવે છે. જે હંમેશા લો-પાવર મોડમાં ઓન રહે છે. અને ચાલતા જ રહે છે. આ આઈઓ એસના લો-પાવર મોડ જેવુ નથી. જે તમને બેટરી લાઈફ બચાવવાની સુવિધા આપે છે.

આ એક હાર્ડવેર ઉન્મુખ આધારીત સુવિધા જેનેે એલપીએમ ના રૂપમાં ઓળખવામાં આવે છે. આ નિયર ફિલ્ડ કમ્યુનિકેશન (એનએફ સી) અલ્ટ્રા વાઈડબેન્ડ (યુડબ્લ્યુડી) અને બ્લ્યુટ્રુથનું એક વિશેષ મોડમાં કામ કરવા માટેેે ચીપ્સને અનુમતિ આપવામાં આવે છે. જેમાં ડીવાઈસ બંધ હોવા છતાં તે ર૪ કલાક ચાલુ રહે છે.

વૈજ્ઞાનિકોએ કહ્યુ કે એપલ આઈફોન ઉપર અત્યારે એલપીએમ કાયાર્ન્વિયન અપારદર્શી છે અને તે એક નવા ખતરાને જાુએ છે. કેમ કે એલપીએમ સમર્થન આઈફોનના હાર્ડવેર પર આધારીત છે તેને સિસ્ટમ અપડેટ સાથે હટાવી શકાતો નથી.

આ રીતે તમામ આઈઓએસ સુરક્ષા મોડેલ પર તેની દીર્ઘકાલીન પ્રભાવ પડે છે. અભ્યાસુઓએ કહ્યુ છે કે આ ખામીનો ફાયદો ઉઠાવવાની એક મોટો સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.