Western Times News

Gujarati News

બુસ્ટર ડોઝ કરતા ઓમિક્રોન વાઈરસ એન્ટીબોડી વધારવામાં સક્ષમઃ અભ્યાસ

(એજન્સી) નવીદિલ્હી, વિશ્વ ઉપરથી હજુ કોરોના વાઈરસનો ભય હળવો થયો નથી. જાે કે વિશ્વના તમામ દેશોમાં કોરોના સંક્રમણની તુલનાએ ભારતમાં તેનો પ્રસાર ધીમો દેખાય છે.

લેટેસ્ટ આંકડા અનુસાર ખ્યાલ આવે છે કેે ભારતમાં કોરોના સંક્રમણ બાદ હોસ્પીટલમાં દાખલ થવાની ટકાવારી ઘણી જ નીચી રહી છે. નવા પેશન્ટસમાં સુધારો પણ ઝડપી છે.

બીજી તરફ એક નવા અભ્યાસમાં જાણકારી મળી છે કે વેક્સિનેટેડ લોકોમાં બુસ્ટર ડોઝની તુલનાએ ઓમિક્રોન વાયરસના સંક્રમણથી વ્યક્તિમાં વધારે સારી રોગપ્રતિકારક શક્તિ ઉભી થાય છે. નવા અભ્યાસ અનુસાર જે લોકોએ વેક્સિન લીધી હતી અને તે પછી જેઓ ઓમિક્રોન સંક્રમણનો ભોગ બન્યા હતા. તેમનામાં કોરોના વાયરસનો સામનો કરવા માટે વધારે મજબુત એન્ટીબોડી મળી આવ્યા હતા.

આવા સંજાેગોમાં ભલે કોરોનાના કેસીસમાં વધારો જાેવા મળતો હોય પરંતુ આ અભ્યાસ અનુસાર જાેખમની સંભાવના ઘણી નીચે છે.
વેક્સિન નિર્માતા બાયોએન્ટેક અને વાશિગ્ટન યુનિવર્સિટી દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

જાે કે આ અભ્યાસના લખેકોએ લોકોને કહ્યુ કે આ અભ્યાસના પરિણામોને જાેઈને વાઈરસની શોધ કરવી જાેઈએ નહી. તેમણે લોકો સ્વબચાવ માટેે એક વખત વેક્સિન લઈ લેવાની પણ સલાહ આપી હતી. વેક્સિન દ્વારા શરૂઆતના તબક્કામાં કોરોનાનો ચેપ લાગવાથી બચી શકાય એવો પણ મત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.