Western Times News

Gujarati News

દેવગઢબારિયા મામલતદાર કચેરીમાં ગંદકીથી નાગરિકો ત્રસ્ત

(પ્રતિનિધિ) દે.બારીયા, દાહોદ જિલ્લાના તમામ તાલુકા મથકો પર તાલુકા કક્ષાની તમામ વિભાગની સરકારી તથા અર્ધસરકારી કચેરીઓ કાર્યરત છે અને તે કચેરીઓમાં તંત્ર દ્વારા પાણીની સુવિધા પ્રદાન કરવામાં આવી છે.

ત્યારે આખો દિવસ કામ માટે આવતા લાભાર્થીઓ થી ધમધમતી રહેતી દેવગઢબારિયા મામલતદાર કચેરીમાં પણ આકરા ઉનાળા માં પીવાના ઠંડા પાણીની સુવિધા તો જરૂર પ્રદાન કરવામાં આવી છે અને તે માટે બનાવેલા એક અલાયદા રૂમમાં કુલર પણ મૂકવામાં આવ્યું છે.

પરંતુ તે રૂમની સફાઈના અભાવે થયેલ ગંદગીને કારણે તેમજ તે રૂમ ની પાસે જ આવેલ રૂમમાં મુતરડી હોવાથી અસહ્ય દુર્ગંધ ને કારણે ઠંડુ પાણી પીતા પણ ડચકા આવે તેવી સ્થિતિ ઊભી થવા પામતા પાણી માટેના આ અલાયદા રૂમની નિયમિત સફાઈ કરી સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવે તે લોકગીત માટે અત્યંત જરૂરી છ.

દેવગઢ બારિયા તાલુકાના ગ્રામ્યવિસ્તારની તેમજ દેવગઢબારિયા નગરની જનતાને આવકનો દાખલો, સરકારની નકલ તેમજ અન્ય જરૂરી દાખલા તથા દસ્તાવેજાે માટે દેવગઢબારિયા મામલતદાર કચેરીમાં અવશ્ય આવવું પડે છે અને આ દાખલાઓ માટે દરરોજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ દેવગઢબારિયા મામલતદાર કચેરીમાં આવે છે.

આ મામલતદાર કચેરીમાં પીવાના ઠંડા પાણીની સુવિધા પણ તંત્ર દ્વારા પ્રદાન કરવામાં આવી છે અને તે માટે એક અલાયદા રૂમમાં ઠંડા પાણી માટેનું કૂલર મૂકવામાં આવ્યું છે પરંતુ આ કુલર પણ બાબા આદમના ટાઈમનું હોય એવું ખવાઈ ગયેલું છે અને જે રૂમમાં કુલર મૂકવામાં આવ્યું છે.

તે રૂમની પણ નિયમિત સફાઈ કરવામાં ન આવતી હોવાને કારણે પાણી પીવા માટે તે રૂમમાં જવામાં પણ ખચકાટ અનુભવાય છે અને પીવાના પાણીના રૂમની પાસેના રૂમમાં મુતરડી હોવાને કારણે અને તે રૂમમાં પણ બરાબર સફાઈ થતી ન હોવાને કારણે અસહ્ય દુર્ગંધ આવતી હોવાથી આકરા ઉનાળાની અસહ્ય ગરમીમાં પણ કુલરનું ઠંડુ પાણી પીતા ડચકા આવે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે.

ત્યારે કુલરવાળા રૂમની નિયમિત સફાઇ હાથ ધરવાની તેમ જ તેની પાસેના મુતરડી વાળા રૂમની પણ નિયમિત સફાઈ કરી ફીનાઇલ ના છંટકાવની તાતી જરૂર છે. ત્યારે આ બે રૂમો નિયમિત સફાઈ કરી સ્વચ્છ અને સુઘડ રાખવામાં આવે તેવી લોક લાગણી અને માગણી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.