Western Times News

Gujarati News

દામનગરના એસબીઆઈના એકાઉન્ટન્ટે કરી રપ લાખની ઉચાપત

પ્રતિકાત્મક

અમરેલી, અમરેલી જીલ્લાના દામનગર શહેરમાં આવેલ એસ.બી.આઈ. બેન્કના એકાઉન્ટન્ટે બેન્ક સાથે વિશ્વાસઘાત કરી અને રપ લાખથી વધુની સરકારી રકમની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ હતી.

દામનગર એસબીઆઈમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા મૂળ બિહારના પટના પંથકના વતની રાજકુમાર વાસુદેવ શર્મા દ્વારા નોકરી દરમિયાન દામનગર એસબીઆઈ શાખામાંથી ગઈ તા.૧૮ થી ૧૯ ના સમય ગાળા દરમિયાન સીડીએમ મશીનના રોકડ રકમ રૂા.ર,પ૭,૭૦૦ તથા બેન્કના કેસ એકાઉન્ટમાંથી રૂા.ર,પ૦,૦૦૦ શોર્ટ કેસ તરીકે તથા કેશ પોઈન્ટ ઈન્ટરમીએટ એકાઉન્ટમાંથી રૂ.ર૧,૬પ,૦૦૦ સી.ડી.એમ મશીનમાં જમા કરાવવાના હેતુથી મેળવી લીધા હતા.

બાદમાં સીડીએમ મશીનમાં નાણા જમા નહિ કરાવી પોતાના અંગત ઉપયોગ માટે લઈ અને તે નાણાંમાંથી માત્ર ૧,પ૦,૦૦૦ પરત આપી બાકીના રૂ.રપ,ર૩,૭૦૦ સરકારી નાણાની ઉચાપત કરી હતી આ અંગે મેનેજર દેવેન્દ્રભાઈ રોહિદાસ નારાયણ પાટીલ (ઉ.વ.૩૯)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે આરોપી એકાઉન્ટન્ટની સુરત ખાતે બદલી થઈ ચુકી છે અને છેલ્લા દિવસોમાં આ પ્રવૃતિ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે તેવામાં પોલીસ દ્વારા આરોપી સામે કાર્યવાહી કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જાેકે પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે હજુ સુધી આરોપી શખ્સની ધરપકડ થઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.