Western Times News

Gujarati News

પંચાયત-૨ના અંતિમ એપિસોડમાં પ્રહ્લાદ ચાચાએ સૌને રડાવી દીધા

મુંબઈ, જાે તમે પંચાયતની બીજી સિઝન હજી નથી જાેઈ તો આ લખાણમાં તમને સ્પોઈલર મળી શકે છે. પરંતુ જાે તમે આ સિઝન જાેઈ કાઢી છે તો ચોક્કસપણે તેનો અંતિમ એપિસોડ જાેઈને આંખો ભીંજાઈ ગઈ હશે. પંચાયત ૧ પછી તમામ લોકો રિંકીની વાત કરી રહ્યા હતા, પરંતુ હવે ફુલેરા ગામના ઉપપ્રધાન પ્રહ્લાદ પાંડેની ચર્ચા થઈ રહી છે.

પ્રથમ સિઝન અને બીજી સિઝનના અંતિમ એપિસોડ સુધી તો ઉપ પ્રધાનનું પાત્ર એક મજાકિયા અંદાજ વાળા, પોતાની જ મસ્તીમાં રહેતા અને એક સારા તેમજ સમજદાર મિત્રનું હતુ, પરંતુ આઠમા એપિસોડમાં એક પિતા તરીકે તેમનું જે સ્વરુપ જાેવા મળ્યું તે જાેઈને સૌની આંખો છલકાઈ ગઈ. પ્રહ્લાદ પાંડેનું પાત્ર ભજવ્યું છે અભિનેતા ફૈસલ મલિકે, જેમના અભિનયના ચારે બાજુ વખાણ થઈ રહ્યા છે.

પ્રહ્લાદ પાંડે એટલે કે ફૈસલ મલિકે તાજેતરમાં જ એક ઈન્ટર્વ્યુ દરમિયાન શૂટિંગ સાથે જાેડાયેલા કિસ્સા શેર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, કોઈએ વિચાર્યુ પણ નહીં હોય કે અંતિમ એપિસોડમાં આ પ્રકારનો ઈમોશનલ ટિ્‌વસ્ટ જાેવા મળશે. જ્યારે ફૈસલે પોતે અંતિમ એપિસોડની સ્ક્રિપ્ટ વાંચી તો તે પણ ડરી ગયા હતા અને લેખક સાથે વાત કરવા પહોંચી ગયા હતા.

ફૈસલ મલિકે મેકર્સને જઈને કહ્યું કે, તમે મારા પર વધારે પડતો વિશ્વાસ કરી રહ્યા છો. આ એપિસોડ અલગ જ ઝોનમાં જઈ રહ્યો છે. જાે આ મેસેજ અને એપિસોડ દર્શકો સુધી યોગ્ય રીતે નહીં પહોંચે તો ઘણાં પ્રશ્નો ઉભા થશે.

આ એપિસોડમાં એ મુદ્દાને સામેલ કરવામાં આવ્યો છે જેના માટે દેશ અત્યંત સંવેદનશીલ છે. ફૈસલને ડર હતો કે તે એક અભિનેતા તરીકે આ કામ યોગ્ય રીતે કરી શકશે કે નહીં, પરંતુ પછી રાઈટર્સે તેમને મનાવી લીધા કે, તેઓ ચોક્કસપણે કરી શકશે અને સરળતાથી કરી શકશે
ફૈસલ મલિકને ડર હતો કે, જાે તે પ્રહ્લાદ પાંડેના રુપમાં શહીદ દીકરાના અંતિમ સંસ્કાર વાળો સીન યોગ્ય રીતે નહીં કરી શકે, ભાંગી પડેલા પિતાની પીડા સ્ક્રીન પર નહીં દર્શાવી શકે છે તો તેમણે જે માન સન્માન મેળવ્યું છે, તે ક્યાંક માટીમાં ન મળી જાય. ફૈસલ મલિકે જણાવ્યું કે, પંચાયત ૨ના ક્લાઈમેક્સને શૂટ કરવામાં લગભગ એક અઠવાડિયાનો સમય લાગી જાય છે.

તમને જણાવી દઈએ કે ફૈસલ મલિકે માત્ર અભિનેતા જ નહીં, પ્રોડ્યુસર પણ છે. તે કંગના રનૌતથી લઈને રણદીપ હુડ્ડા સુધીની ફિલ્મો પ્રોડ્યુસ કરી ચૂક્યા છે. ફૈસલ મલિકનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. તેમણે ગેંગ્સ એફ વાસેપુરથી એક્ટિંગની શરુઆત કરી હતી.

આ ફિલ્મમાં કોઈ એક્ટર એકાએક ગાયબ થઈ જતાં મેકર્સે ફૈસલ મલિકને મનાવી લીધા હતા અને પછી તેમની એક્ટિંગ કારકિર્દીની શરુઆત થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.