Western Times News

Gujarati News

ડિજિટલ પેમેન્ટનો દાવા પોકળ, રોકડ વ્યવહાર ૩૧.૦૫ લાખ કરોડ

મુંબઈ, ભારત સરકારે નવેમ્બર ૨૦૧૬માં ચલણમાં રહેલી રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટો રદ્દ કરી કાળું નાણું બહાર આવે એ માટે કવાયત આદરી હતી.

જાેકે, આ રદ્દ થયેલી નોટો કરતા વધારે રકમ બેંકમાં જમા થઇ હોવાનું બહાર આવ્યા બાદ સરકારે ચલણની નોટો છાપવા, તેનું પરિવહન વગેરે ઉપર થતો ખર્ચ ઘટાડવા માટે અને નાણાકીય વ્વ્ય્હારો પારદર્શી બને એ માટે ડીજીટલ પેમેન્ટની ક્રાંતિ ઉપર ભાર મુક્યો હતો.

નાણાકીય વ્યવહારો બેંકના પોર્ટલ, મોબાઈલ એપ, પેમેન્ટ વોલેટ અને અન્ય રીતે થાય એના માટે ખાસ પ્રોત્સાહન આપવામાં આવ્યા હતા.
જાેકે, ફરી એક વખત સાબિત થયું છે કે દેશમાં રોકડ જ રાજા છે અને રોકડ વ્યવહારો વગર દેશના અર્થતંત્રના ચક્કર ફરતા અટકી શકે છે.

રિઝર્વ બેંકે બહાર પડેલા નવા વાર્ષિક અહેવાલ અનુસાર દેશમાં ચલણમાં રહેલી નોટોનું પ્રમાણ ૯.૯ ટકા વધી રૂ.૩૧,૦૫,૭૨૧ કરોડ થઇ ગયું છે. એની સાથે નોટોની સંખ્યા પણ પાંચ ટકા વધી ૧૩.૦૫ લાખ થઇ ગઈ હોવાનું વર્ષ ૨૦૨૧-૨૨નો રિઝર્વ બેંકનો વાર્ષિક અહેવાલ જણાવે છે.

વર્ષ ૨૦૨૦-૨૧માં ચલણી નોટોનું પ્રમાણ ૧૬.૮ ટકા વધ્યું હતું. અહી નોધવું જરૂરી છે કે વર્ષ ૨૦૧૬માં જયરે નોટબંધી અમલમાં આવી ત્યારે દેશમાં કુલ રોકડ ચલણ રૂ.૧૭ લાખ કરોડ આસપાસ હતું. આ છ વર્ષમાં ચલણી નોટનું પ્રમાણ કે રોકડનું પ્રમાણ બમણા જેટલું વધી ગયું છે.

નાણકીય વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૫૦૦ની ચલણી નોટોનું પ્રમાણ વધ્યું છે જયારે કેન્દ્ર સરકારે અને રિઝર્વ બેંકે નવી રૂ.૨૦૦૦ નોટોના પુરવઠા ઉપર નિયંત્રણ મુક્યો હોવાથી તેનું પ્રમાણ ઘટી રહ્યું છે.

આ બન્ને પ્રકારની નોટોનું પ્રમાણ માર્ચ ૨૦૨૧ના અંતે ૮૫.૭ ટકા હતું જે માર્ચ ૨૦૨૨ના અંતે વધી ૮૭.૧ ટકા થઇ ગયું છે. માર્ચ ૨૦૨૨ના અંતે રૂ.૫૦૦ની ચલણી નોટોની સંખ્યા કુલ નોટોમાં ૩૪.૯ ટકા હતી આ પછી રૂ.૧૦ની નોટોની માત્ર ૨૧.૩ ટકા હતી એમ આ અહેવાલ જણાવે છે.SS2MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.