Western Times News

Gujarati News

પશુઓમાં ઘૂસી ગયો જીવલેણ લમ્પી વાયરસ

Lumpy virus vaccination

પોરબંદર, ગુજરાતના જામનગર જિલ્લા બાદ બીજા જિલ્લામા લમ્પી વાયરસનો કહેર જાેવા મળી રહ્યો છે. જામનગર બાદ હવે પોરબંદર જિલ્લામાં પણ લમ્પી વાયરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ૧૨ જેટલી ગાયોમાં જાેવા મળ્યા લમ્પી વાયરસના લક્ષણો જાેવા મળ્યા છે. ૧૨ જેટલી શંકાસ્પદ ગાયોમાથી બે ગાયોના મોત નિપજ્યા છે. તંત્ર દ્વારા શંકાસ્પદ ગાયોને શહેરથી દૂર આઇસોલેટ કરવામાં આવી છે.

ગત મહિનાથી ગુજરાતમાં ફરીથી લમ્પી વાયરસે માથુ ઉચક્યુ છે, જે પશુઓમાં થતો રોગ છે. જામનગરમા લમ્પી વાયરસથી એક જ સપ્તાહમાં ૯૫ થી વધુ ગાયોના મોત નિપજ્યા હતા. જેને પગલે આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતુ. તાત્કાલિક અસરથી તમામ પશુઓમાં રસીકરણ કરાયુ હતું. ત્યારે હવે પોરબંદરમાં પણ લમ્પી વાયરસે દેખા દીધુ છે.

પોરબંદરના તંત્ર દ્વારા જૂનાગઢથી નિષ્ણાતોની ટીમ બોલાવી લેબ રીપોર્ટ કરવા સહિતની તજવીજ હાથ ધરી છે. જૂનાગઢથી નિષ્ણાતોની ટીમની મુલાકાત બાદ લમ્પી વાયરસના કેસ છે કે કેમ તે સ્પષ્ટ થઈ શકશે.પોરબંદરમાં મૃત પશુઓના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ છે. સાથે જ પશુઓને આઈસોલેશનમાં મૂકાવાની કામગીરી પણ પૂરજાેશમાં કરાઈ રહી છે. પશુ માલિકોને સૂચના આપી દેવાઈ છે કે, પોતાના પશુઓને રેઢા ન મુક્વા. આ લમ્પી વાયરસને લઇને પશુપાલન વિભાગ સતર્ક થઇ ગયુ છે.

કોરોના હોય કે બર્ડ ફ્લુ દરેક રોગ પહેલા પશુમાં અને ત્યાંથી માનવામાં આવ્યા હતા. આ પ્રકારે આ રોગ પણ રખડતા ઢોરને થયો છે. તેથી માણસ તેના સંપર્કમાં આવે કે અન્ય કોઇ પ્રકારે માનવમાં પ્રવેશી શકે કે નહી તે અંગેના કોઇ ડેટા ઉપલબ્ધ નથી. પરંતુ જાે માણસમાં આ રોગ પ્રવેશે તો તેની સારવાર હજી સુધી નથી. માણસમાં આ રોગ પ્રવેશે તો તેની સારવાર કરવી કઇ રીતે કરવી તે પણ એક સંશોધનનો વિષય છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.