Western Times News

Gujarati News

બાઈડનનીની સુરક્ષામાં ચૂક, નો ફ્લાય ઝોનમાં ઘૂસ્યું વિમાન

વૉશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડનની સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાની ઘટના સામે આવી છે. ડેલાવેરના Rehoboth Beach પર વેકેશન માણવા પહોંચેલા રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડનના વેકેશન હોમ પર એક અજાણ્યું વિમાન ઉડતું દેખાયુ હતું. નો ફ્લાય ઝોનમાં આ વિમાન દેખાતાં સિક્રેટ સર્વિસ દ્વારા તાબડતોબ જાે બાઈડનને સેફ હાઉસ મોકલવામાં આવ્યા હતા. વ્હાઈટ હાઉસ દ્વારા સમગ્ર બાબતની પૃષ્ટિ કરવામાં આવી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ વિમાને વેકેશન હોમની ઉપર આવીને નો ફ્લાઈ ઝોનના નિયમનું ઉલ્લંઘન કર્યું છે. રાષ્ટ્રપ્રમુખ અને તેમના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગ રૂપે તેમને સેફ હાઉસ મોકલવામાં આવ્યા છે. એક સ્થાનિક નિવાસીએ આ બાબતે જણાવ્યું કે, તેમણે બપોરે લગભગ ૧૨.૪૫ વાગ્યાની આસપાસ રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડનના ઘરની ઉપર એક નાના સફેદ વિમાનને ઉડતું જાેયું.

ત્યારપછી બે ફાઈટર જેટે શહેરની ઉપર ઉડાન ભરી. કહેવામાં આવે છે કે સફેદ વિમાને હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું ઘર હંમેશા નો ફ્લાઈ ઝોનમાં હોય છે. અમેરિકાનું ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન રાષ્ટ્રપ્રમુખની હવાઈ સુરક્ષાની જવાબદારી સંભાળે છે.આ ઘટના પછી જાે બાઈડનના કાફલાને નજીકના એક ફાયર સ્ટેશન તરફ જતો જાેવામાં આવ્યો હતો.

અહીં રાષ્ટ્રપ્રમુખ અને તેમના પત્નીને લઈને એક એસયુવી ઈમારતની અંદર જતી રહી અને સિક્રેટ સર્વિસે વિસ્તારને ખાલી કરવાની શરુઆત કરી. સંભવિત જાેખમને ધ્યાનમાં રાખીને રેહોબોથ એવન્યુ પર ૨૦ મિનિટથી વધારે સમય સુધી અવરજવર બંધ રાખવામાં આવી.યુએસ સિક્રેટ સર્વિસના પ્રવક્તા એન્થની ગુગ્લિલ્મીએ કહ્યું કે વિમાનને તાત્કાલિક નો ફ્લાઈ ઝોનમાંથી બહાર નીકાળવામાં આવ્યું.

પ્રાથમિક તપાસ અનુસાર પાયલટની રેડિયો ચેનલ યોગ્ય નહોતી. તેણે ર્દ્ગં્‌છસ્જીનું પાલન નથી કર્યું. તેણે ફ્લાઈટ ગાઈડલાઈન્સનું પણ પાલન નથી કર્યું. હવે ફેડરલ એજન્સી પાયલટની પૂછપરછ કરી રહી છે.ss1kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.