Western Times News

Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુનોત્રીની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

નવીદિલ્હી,ઉત્તરાખંડમાં યમુનોત્રી જઇ રહેલી બસ ઉત્તરકાશીમાં ડામટા નજીક ઊંડી ખીણમાં પડતાં મૃત્યુઆંક વધીને ૨૭ થયો છે. આ બસમાં મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના ૩૦ જેટલા મુસાફરો સવાર હતા.જે પૈકી મોટા ભાગના મુસાફરોના મોત ઘટનાસ્થળે જ નિપજ્યા હતા બીજી તરફ આ ગોઝારી ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

મધ્યપ્રદેશ સરકારે મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખની સહાયની જાહેરાત કરી છે. જ્યારે કેન્દ્ર સરકાર મૃતકોના પરિવારને બે-બે લાખની સહાય આપશે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એસડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં એ તારણ સામે આવ્યું છે કે બસના ચાલકે બસ પરથી નિયંત્રણ ગુમાવતા બસ ખીણમાં પડી હોવાનું મનાઇ રહ્યું છે. મધ્યપ્રદેશના પન્ના જિલ્લાથી આ બસ યમુનોત્રી જઇ રહી હતી. ડામટા પાસે આ બસ અંદાજે ૫૦૦ મીટર ઊંડી ખીણમાં પડતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.HS1KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.