Western Times News

Gujarati News

વિદ્યાર્થીના બેગમાંથી નશીલા પદાર્થ ઝડપાતા ચકચાર મચીગયો

સુરત, ગુજરાતને નશીલા પદાર્થોએ બાનમાં લીધું હોવાંના પુરાવા સમાન છાશવારે અનેક સ્થળોએથી આવા પદાર્થોના કાળા કારોબારનો પર્દાફાસ થઇ રહ્યો છે. તેવા સંજાેગો વચ્ચે સુરત નગર પ્રાથમિક સમિતિની એક શાળા વિવાદમાં સપડાઈ છે. શિક્ષણના પવિત્ર ધામ સમાન શાળામાં વિદ્યાર્થીના બેગમાં ચકાસણી દરમિયાન પુસ્તકને બદલે નશીલા પદાર્થનું પેકેજ મળી આવ્યું હતું.

આ સમગ્ર ઘટનાને લઈને શિક્ષક ગણ તથા વિદ્યાર્થી આલમમાં સોપો પડી ગયો હતો. બીજી તરફ સબંધિત વિભાગ આ મામલે મગનું નામ મારી પાડવા તૈયાર ન હોવાથી તરહ-તરહની ચર્ચા જાગી છે.સુરતમાં નશીલા પદાર્થનું દૂષણ વકાર્યું હોવાની ઉઠતી રાવ વચ્ચે એક વિચિત્ર ઘટના પ્રકાસમાં આવી છે.

હદ તો ત્યારે થઈ ગઈ જયારે સુરતના ભેસ્તાનની શાળામાં એક વિદ્યાર્થીના બેગમાંથી નશીલા પદાર્થનું પેકેટ ઝડપાયું હતું અને તે પણ શાળાની અંદરથી. પોલીસના સબ સલામતીના દાવા વચ્ચે નશીલા પદાર્થ શાળાના ઓરડા સુધી પહોંચી જાય તે વાત લોકોને ગળે ઉતરતી નથી.

હુક્કામાં વપરાતી નશાની સામગ્રી શાળાના વિદ્યાર્થીના સ્કૂલ બેગમાંથી મળી આવતા તંત્ર દોડતું થયું હતું. બેગમાં ચારકોલ અને ચોકલેટ ફ્લેવર બોક્સમાં નસીલી સામગ્રી મળતા ચકચાર મચી જવા પામી હતી.આ મામલે સુરત મહાનગરપાલિકા તંત્રને પણ જાણ કરવામાં આવી હતી, જેને લઈને પાલિકાના સબંધિત વિભાગનો સ્ટાફ દોડતો થયો હતો.

જીસ્ઝ્રએ મામલો ઉઘાડો પડતો અટકાવવા એડી ચોંટીનું જાેર લગાવ્યું હોવાની પણ સ્થાનિકોમાંથી રાવ ઉઠી છે. મામલો દબાવવાનો પ્રયાસ છતાં સમગ્ર પ્રકરણ ખૂલીને બહાર આવ્યુ હતું. છતાં જીસ્ઝ્ર સ્ટાફે સમગ્ર મામલે ‘ન બોલવામાં નવ ગુણ’ સમજી સત્તાવાર રીતે ફોળ પાડવાનું માંડી વાળ્યું હતું.

લોકોમાં ચર્ચાતી વિગત અનુસાર અસામાજિક તત્વોનું કારસ્તાન હોવાની આશંકા સેવાઇ રહી છે. અગાઉ સુરતમાં એક વિદ્યાર્થી બે કિલોના અફીણના જથ્થા સાથે ઝડપાયો હતો. પોલીસ પૂછપરછમાં વિદ્યાર્થીઓ અફીણની ડિલીવરી કરતા હોવાનું બહાર આવ્યું હતું.જેને પગલે પોલીસે ઊંડી તપાસ હાથ ધરતા આ અફીણ રાજસ્થાનના ચિત્તોડગઢથી સુરત લાવવામાં આવ્યું હોવાનું ખૂલ્યું હતું.

જેને વિદ્યાર્થીઓ સ્કૂલ બેગમાં છુપાવીને તેની હેરાફેરી કરતા હતા.જાે કે પુણા પોલીસને શંકા જતા નિયોલ ચેકપોસ્ટ ઉપરથી વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓની બેગની તલાસી લેતા વિદ્યાર્થીની સ્કૂલ બેગમાંથી બે કિલો અફીણ મળી આવ્યું હતું.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.