Western Times News

Gujarati News

પંદર કરોડના સોનાના પવિત્ર બોક્સની ચર્ચમાંથી ચોરી

ન્યુયોર્ક,અમેરિકાના ન્યુ યોર્કના એક ચર્ચમાંથી ૧૫ કરોડના સોનાનું એખ પવિત્ર બોક્સ ચોરાઈ ગયુ છે. આ ચોરી એટલી સફાઈથી કરવામાં આવી છે કે એના ઘણાં દિવસ બાદ પણ પોલિસને કોઈ સબૂત નથી મળી રહ્યો.
આ કેસ અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા બ્રૂકલીનનો છે.

ચોરીને લઈને ચર્ચના અધિકારીઓએ કહ્યું કે આ કાર્ય નફરત અને બેશર્મીથી ભરેલું છે. આ ચોરી સેંટ ઑગસ્ટીન રોમન કૈથોલિક ચર્ચમાં થઈ છે. ચર્ચના પાદરી ફાધર ફ્રૈંક ટુમિનોએ સૌથી પહેલાં એને નોટિસ કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે પૂજાની સાથે આ બોક્સ ચર્ચના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર પણ હતુ.

વોશિંગ્ટન પોસ્ટની એક રિપોર્ટ મુજબ ટુમિનો લોકોનું કન્ફેશન સાંભળવા માટે જઈ રહ્યા હતા. ત્યારે જ તેમણે નોટિસ કર્યુ હતુ કે સેંટ ઑગસ્ટીનના દરવાજા અડધા ખુલ્લા છે. તેઓ જ્યારે ચર્ચમાં દાખલ થયા ત્યારે તેમને ચોરીની જાણ થઈ હતી. શુક્રવારે આ ઘટના ઘટી હતી. ન્યૂ યોર્ક પોલીસનું કહેવું છે કે કોઈએ પણ આ ચોરી થતી નથી જાેઈ અને આ ઘટનાની કોઈ ફૂટેજ પણ સામે નથી આવી.

ટુમિનોએ કહ્યું કે ચર્ચની અંદર અને બહાર ષ્ઠષ્ઠંદૃ કેમેરા લગાવવામાં આવેલા છે. જાેકે ચોરી દરમ્યાન એને પણ હટાવી દેવામાં આવ્યા હતા. પોલિસનું કહેવું છે કે આ સોનાનુ પાત્ર એક મેટલ બોક્સમાં હતું. જેને જબરદસ્તીથી કાપીને ખોલવામાં આવ્યુ છે. આ સોનાના પાત્રની બન્ને બાજુ મૂર્તીઓ પણ હતી, જેની પણ તોડફોડ કરવામાં આવી છે. આ પાત્ર પાસે એક ખાલી બોક્સ પણ હતું જેને પણ કાપીને ખોલવામાં આવ્યુ હતુ.

પોલિસે આ કેસમાં કહ્યુ છે કે તેમને હજી સુધી આ કેસમાં કોઈ લીડ નથી મળી. પોલિસે લોકોને વિનંતી કરી છે કે કોઈને પણ આ વિશે કોઈ માહિતી મળે તો તેઓ તરત જ પોલિસના ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં હાજરી આપશે. ટુમિનોનું માનવું છે કે આ ચોરીમાં એક કરતાં વધુ લોકોનો સમાવેશ થઈ શકે છે કારણ કે જે ચોરી થઈ છે એનું વજન ખૂબ જ હતુ.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.