Western Times News

Latest News from Gujarat India

શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સે DFC પાસેથી 250 ડોલરનું લાંબા ગાળાનું ફંડ મેળવ્યું

એસટીએફસીએ અમેરિકન સરકારની ડેવલપમેન્ટ ફાઇનાન્સ સંસ્થા યુ.એસ. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ડ ફાઇનાન્સ કોર્પોરેશન (ડીએફસી) પાસેથી 250 મિલિયન ડોલરનું લાંબા ગાળાનું ફંડ મેળવ્યું

ફંડ એસટીએફસીને એના નાણાકીય સર્વસમાવેશકતાના અભિયાનને વધારવા સક્ષમ બનાવશે

મુંબઈ, ભારતની સૌથી મોટી કમર્શિયલ વ્હિકલ ફાઇનાન્સર અને શ્રીરામ ગ્રૂપની કંપની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લિમિટેડ (એસટીએફસી)એ અમેરિકાની સરકારની યુ.એસ. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (ડીએફસી) પાસેથી 250 મિલિયનનું લાંબા ગાળાનું સીક્યોર્ડ ફંડ મેળવ્યું છે. 250 મિલિયન ડોલરનું એક્ષ્ટર્નલ કમર્શિયલ બોરોઇંગ (ઇસીબી) એસટીએફસીના સોશિયલ ફાઇનાન્સ માળખા અંતર્ગત 10 વર્ષની નિશ્ચિત દર ધરાવી 10 વર્ષની લોન છે.

અમેરિકાની સરકારની ડેવલપમેન્ટ ફાઇનાન્સ સંસ્થા ડીએફસી પાસેથી ફંડ પ્રાપ્ત થવાથી એસડીએફસી સમગ્ર ભારતમાં નવા અને વપરાશ થયેલા વાહનો માટે ધિરાણ પ્રદાન કરવા સક્ષમ બનશે. ડીએફસીના ફંડનો ઉપયોગ આ માટે થઈ શકે છેઃ

વાણિજ્યિક ઉદ્દેશો માટે વ્હિકલ ફાઇનાન્સ, સીએનજી, એલપીજી અને ઇલેક્ટ્રિક વાહનો દ્વારા વૈકલ્પિક ઇંધણ ધરાવતા વાહનોને ધિરાણ કરવા, એમએસએમઇ લોન મારફતે રોજગારીનું સર્જન, ખાસ કરીને મહિલા ઉદ્યોગસાહસિકોને ધિરાણ કરવા, દેશના પછાત રાજ્યોમાં ધિરાણ વધારવા તથા ભારતમાં વંચિત સમુદાયોના સામાજિક અને આર્થિક દરજ્જાને વધારવા.

ડીએફસીની લોન ઉપરાંત એસટીએફસીએ વર્ષ 2022ની શરૂઆત દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાંથી 144એ બોન્ડ મારફતે 475 મિલિયન ડોલરનું ફંડ સફળતાપૂર્વક મેળવ્યું છે, જેથી એના ફંડની પ્રોફાઇલનું ડાઇવર્સિફિકેશન જળવાઈ રહેશે.

આ ફંડ ઊભું કરવા વિશે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીના વીસી અને એમડી શ્રી ઉમેશ રેવાન્કરે કહ્યું હતું કે, “એસટીએફસીની દુનિયાના અગ્રણી ડેવલપમેન્ટ ફાઇનાન્સના પ્રદાતાઓ પૈકીના એક પાસેથી આંતરરાષ્ટ્રીય ફંડ મેળવવાની સફળતા અમારી ક્ષમતા અને સ્થિરતાનો તેમજ અમારા નાણાકીય સર્વસમાવેશકતાના અભિયાનનો પુરાવો છે.

અમે વધુને વધુ વ્યક્તિગત ઓપરેટર્સને નવા બજારોમાં વાહનો ખરીદવા ફંડ આપીશું, ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીનું સર્જન કરવા માટે ફંડ આપીશું તેમજ વધુને વધુ સમુદાયોને તેમની આવક વધારવા સક્ષમ બનાવીશું અને તેમના જીવનની ગુણવત્તા સુધારીશું.”

આ ફંડિંગ વિશે ડીએફસીના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી એન્ડ્રૂ હર્સ્કોવિત્ઝે કહ્યું હતું કે, “શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીમાં ડીએફસીનું રોકાણ સમગ્ર ભારતમાં આર્થિક વૃદ્ધિ,વિકાસ અને નાણાકીય સર્વસમાવેશકતાને વેગ આપવામાં મદદરૂપ થયું છે.

ડીએફસીના ધિરાણથી ઑનર-ઓપરેટર્સ અને અન્ય નાનાં વ્યવસાયોને કમર્શિયલ વાહનોની ખરીદી કરવા માટે ધિરાણની સુલભતા વધારવામાં મદદરૂપ થશે – જેમાં ગ્રામીણ અને વંચિત સમુદાયના વ્યવસાયના માલિકો સામેલ છે. ડીએફસીની લોન સાથે એસટીએફસી વૈકલ્પિક ઇંધણ અને ઓછું ઉત્સર્જન કરતાં વાહનો માટે ધિરાણ પૂરું પાડીને કાર્બનના ઉત્સર્જનને ઘટાડવાના મુશ્કેલ ક્ષેત્રમાં ભારતના કમર્શિયલ પરિવહન ક્ષેત્રને પર્યાવરણને અનુકૂળ બનાવવામાં પણ મદદરૂપ થશે.”

Copyright © All rights reserved. | Developed by Aneri Developers