Western Times News

Latest News from Gujarat India

કેવા ખેડૂતો-ધરતી પુત્રો પ્રભુને ગમે?

પ્રતિકાત્મક

ઋષિ કૃષિસંસ્કૃતિ આપણી ખેડૂત જગતનો તાત |
ગાંજાે તમાકુ વાવે નહિ, વાવે ફળ કઠોળ અનાજ ||

ખેડૂત એટલે કૃષિ ઋષિ સંસ્કૃતિનું પ્રતીક, જેને પ્રભુ ઉપર શ્રદ્ધા છે-નિસર્ગ ઉપર પ્રેમ છે, પશુ પ્રત્યે પ્રેમ છે અને પડોશી ઉપર વિશ્વાસ છે.

ખેડૂત ચોમાસામાં પહેલો વરસાદ થાય ત્યારે મુહૂર્ત હળોતરા મોટા ભાગે અખાત્રીજના દિવસે કરે છે. તેના પૂજનમાં હળ સાથે ખેતીનાં સાધનોની પૂજા કરે છે તે સાધન પૂજા છે. બીજી પૂજા બળદોની કરે છે તે પશુ પૂજા છે. ત્રીજી પૂજા ખેતરે જઈ વૃક્ષની કરે છે. તે વૃક્ષમાં વસુદેવ સમજે છે. ચોથી પૂજા ધરતી માતાની કરે છે.

આમ મુહૂર્તમાં ચાર પૂજાથી ખેતીની શરૂઆત કરે છે. જેને આપણે ધરતી પુત્રો કહીએ છીએ. ધરતીને તે માતાની જેમ પ્રેમ કરે છે અને ધરતી પેટે અન્ન, ફળ રસો (શેરડી) દ્રાક્ષ વાવેતર કરીને ઉત્પાદન મેળવે છે જેનાથી સારી માનવજાતને વનસ્પત્યાહાર પૂરો પાડે છે.

પશુપાલન કરીને પશુ પાસેથી પણ દૂધ મેળવીને માનવજાતને એક સાત્વિક અને પૌષ્ટિક આહાર પૂરો પાડે છે. વનસ્પતિમાં પણ આંબા, જામફળ, ચીકુ, બદામ, કેળ વિગેરે વૃક્ષો ઉછેરીને ફળફળાદી આપે છે. તેનું જીવન ઋષિનું જીવન છે. નિસર્ગના ખોળે રમતું જીવન છે. પ્રભુના જાેડે નજીકનો નાતો છે. પ્રભુને પણ આવા ખેડૂતો-ધરતીપુત્રો ગમે છે. ધરતીમાતા પણ હરખાય છે. તેમને આશીર્વાદ આપે છે.

પણ જ્યારે કેટલાક ખેડૂતો ધરતીના પેટે તમાકુ, ગાંજાે, અફીણ, ચળસ જેવા ઝેરી વાવેતર કરે છે ત્યારે ધરતીમાતા દુઃખી દુઃખી થઈ જાય છે. તમાકુ, ગાંજાે, અફીણ, ચળસ જેવા વ્યસનોના સેવનથી કેટલાયે માણસોના જીવનો અને શરીરો બરબાદ થાય છે અને જીવન હારી બેસે છે.

જાણે અજાણે નાનપણમાં યુવાનીમાં વ્યસની માણસોની સંગમાં, સબંધમાં આવતાં વ્યસની બની જતા હોય છે. તેમાં ઘરના વડીલો પણ જવાબદાર છે. નાનપણમાં છોકરો શું ખાય છે, પીએ છે, કોનો સંગ છે, કેવો સંગ છે તેની નોંધ ન લેતાં અને ધર્મ, સંસ્કૃતિ અને ભગવાનના વિચારોનું બીજારોપણ ન કરતાં તેનું જીવન ડામાડોળ બને છે. ઘરમાં માતા-પિતાએ બાળકોને બચપણથી રામાયણ, મહાભારત જેવા ગ્રંથોમાંના જીવંત ચરિત્રોનું વાંચન-શ્રવણ કરાવવુું જાેઈએ.

બીજું ભગવાન મારી જાેડે છે. મારા હૃદયમાં છે ને હું ભગવાનનો દીકરો છું. તે સમજ માતાપિતાએ તેને પાકી કરાવવી જાેઈએ. બચપણમાં જ ભગવાનને જે ચાલે તેજ મને ખાવા પીવામાં ચાલો ભગવાનને થાળ – ભોગધરાવતાં જે તે વાનગી ચાલે તે જ મને ચાલે બીજી ન ચાલે.

મારા ભગવાન જે ખાય-પીએ તે જ મારાથી ખવાય- પીવાય. ગુટકા, ગાંજાે, ચળસ, અફીણ, દારૂ, ઈંડા, માંસ ભગવાનને થાળ ધરાવાતાં હોતા નથી. આ સાદી સમજ છે જે વસ્તુ ભગવાનને ન ચાલે તે મને પણ ન ચાલે. કારણ હું પ્રભુનો પુત્ર છું. પ્રભુ મારી જાેડે છે.

અણુએ અણુમાં પ્રભુ વ્યાપક છે. તો મારા શરીરમાં પણ પ્રભુ છે જ. શરીર જેટલી જગ્યા પ્રભુ સિવાયની ખાલી નથી. તેથી મારે પ્રભુને ન ગમે તેવો વ્યવહાર પણ ન કરવો જાેઈએ. તેવી રીતની સમજદારી માટે વડીલોએ ઘરોમાં સ્વાધ્યાય કરવો જાેઈએ દૈવી વિચારોનું બીજારોપણ જન્મ આપેલ બાળકોના જીવનમાં કરવું, તે માતા-પિતાની ફરજ છે.

જે તે કચરા જેવા વિચારો મારા બાળકના મગજમાં બાળપણમાં ન પેસી જાય, જે તે વ્યસનોમાં ફસાઈ ના જાય, તેની પુરી કાળજી ન રાખતાં આવા વ્યસનોના વમળમાં યુવાનો જાણેઅજાણે ફસાઈ જાય છે, પછી છોડી શકતા નથી. એક સુભાષિતે કરવું છે તેમ- એક અફીણ રસ બીજાે સંસારી રસ જેમ વધે તેમ આપે કસ જેમ અધીરું ખાતો જાય અંગે, અક્કલે આબરૂએ પૈસે ગણો થાય.

તે મુજબ વ્યસનો વધતાં જાય, જીવન બરબાદ થતું જાય આ બધું તમાકુ, ગાંજાે, ચળસ, અફીણનું ઉત્પાનદ કરનાર ખેડૂત વિચારે તો ધરતીમાતાના પેટમાં તેનું ઉત્પાદન નહિ કરે બીજું જ વાવેતર કરશે.

તમાકુના ખેતરને વાડની જરૂર નહિ. તેને ગધેડા કે કોઈ ખાતું જ નથી, ફક્ત માણસ જ ખાય છે. આવા માણસો દયાને પાત્ર છે. ખરેખર તો બુધ્ધિની કંગાલી જ છે. ઈન્દ્રિય ગુલામ છે. તેઓ સમજે કે હું ઈન્દ્રિયોનો માલિક છું, ગુલામ નથી. પણ આ સમજણનો દુષ્કાળ છે તે માટે સ્વાધ્યાયક એક ઔષણ છે.

ખેડૂતોનું હૃદય ઋષિનું છે. જાે તેઓ આ વાત વિચારે તો સમસ્ત દુનિયાની માનવજાતિને બરબાદ કરવાવાળી જે ચીજાે છે. તમાકુ-ગાંજાે-ચરસ-અફીણ જેવી એનું ધરતીમાતાના પેટમાં નહિ કરે, તો ભગવાનની ઉત્પન્ન કરેલી સારીય માનવજાત ઉપર મોટો ઉપકાર કર્યો ગણાશે.

ભગવાનને પણ તેવો ઉપકાર ગમશે. ખેતી ખેડૂતનું સ્વધર્મ કર્મ છે. કર્મ પૂજા છે, વેઠ નહિ-સજા પણ નહિ. કર્મ આનંદપૂર્ણ લાગે અને તેનાં માટે ધરતીમાં અનાજ-ફળો શેરડી તેજાના માનવજાતને અનુકુળ સાત્વિક-પૌષ્ટિક ખોરાકોનું વાવેતર કરીને, ઉત્પાદન કરશે તો તેવા ધરતીપુત્રો ધરતીમાતાને અને પ્રભુને જરૂર ગમશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers