Western Times News

Gujarati News

ગુજરાત ત્રીજીવાર સ્ટાર્ટઅપમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ બન્યું

સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્ગિંક ૨૦૨૧ ના પરિણામો જાહેર

નવી દિલ્હી, આજે નવી દિલ્હી ખાતે વાણિજ્ય અને ઉદ્યોગ, કાપડ અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના મંત્રી પીયૂષ ગોયલ દ્વારા સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ ૨૦૨૧ ના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. સતત ત્રીજી વખત ગુજરાતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મૂલ્યાંકનમાં “બેસ્ટ પરફોર્મિંગ” ની ટોચની શ્રેણીમાં તેનું સ્થાન જાળવી રાખ્યું છે.

આ કાર્યક્રમમાં ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર અને ઇન્ડસ્ટ્રીઝ કમિશનર અને સ્ટાર્ટઅપ ગુજરાત સેલના નોડલ ઓફિસરે મંત્રીના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
સ્ટાર્ટઅપ ઈન્ડિયા સાથે ડીપીઆઈઆઈટી દ્વારા હાથ ધરવામાં આવેલા ૨૦૨૧ રેન્કિંગ ૭ વ્યાપક સુધારા ક્ષેત્રો પર આધારિત હતી.

જેમાં સંસ્થાકીય સમર્થન, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન, માર્કેટ એક્સેસ, ઇન્ક્યુબેશન સપોર્ટ, ફંડિંગ સપોર્ટ, મેન્ટરશિપ સપોર્ટ અને એનેબલર્સની ક્ષમતા નિર્માણથી લઈને ૨૬ એક્શન પોઈન્ટ્‌સનો સમાવેશ થાય છે. રેન્કિંગની સાથે, સરકારે તમામ સહભાગીઓ માટે રેન્કિંગનો રાષ્ટ્રીય અહેવાલ, તેમજ ચોક્કસ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના અહેવાલો પણ બહાર પાડ્યા, જેમાં માળખા અને પદ્ધતિ, મૂલ્યાંકન પ્રક્રિયા અને પરિણામો સહિતના અભ્યાસની સમગ્ર સંરચનાને પ્રકાશિત કરવામાં આવી હતી.

સ્ટાર્ટઅપ્સમાં ૧૫૦ સરકારી અધિકારીઓને સામેલ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલી સંવેદનશીલ પહેલ, તમામ રાજ્ય સમર્થિત ઇન્ક્યુબેટર્સમાંથી ૧૦૦% તાલીમ, ૩૦૦થી વધુ સંભવિત ખાનગી રોકાણકારોને સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપવા, સ્ટાર્ટઅપ્સને ફંડિંગ સપોર્ટ પૂરો પાડવા માટે વર્ષ માટે ૨ ફંડ-સ્ટુડન્ટ ઇનોવેશન ફંડ અને જીવીએફએલ સ્ટાર્ટઅપ ફંડ અને નાણાકીય સહાય દ્વારા સમર્થિત ૧૬૦ સ્ટાર્ટઅપ્સને કેન્દ્ર સરકાર દ્વારા “શ્રેષ્ઠ પ્રથાઓ” તરીકે માન્યતા આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિશેષ અવસરે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર આર્ત્મનિભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. સ્ટાર્ટઅપ્સમાં કોઈપણ દેશના અર્થતંત્રને નવી ઊંચાઈ અને નવો આયામ આપવાની ક્ષમતા છે. આવનારા સમયમાં આ સ્ટાર્ટઅપ્સ ભારતને આર્ત્મનિભર બનાવવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૫ વર્ષમાં ભારતમાં સ્ટાર્ટઅપ્સ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. અમારી સરકાર ગુજરાતના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. સતત ત્રીજી વખત અમને આ એવોર્ડ મળ્યો છે, ગુજરાતની સમગ્ર ટીમને અભિનંદન.

સ્ટાર્ટઅપ ઈન્ડિયા વેબસાઈટ અનુસાર ગુજરાતમાં ૧૪,૨૦૦ (૬.૭૦%) નોંધાયેલા સ્ટાર્ટઅપ્સ છે. ગુજરાતમાંથી ૧૮૦ ઇન્ક્યુબેટર/શૈક્ષણિક સંસ્થાઓનું વિશાળ નેટવર્ક હાલમાં ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સને સમર્થન આપી રહ્યું છે. આ પહેલોને કારણે, ગુજરાતે સ્ટાર્ટ-અપ ઈન્ડિયા કાર્યક્રમના સફળ અમલીકરણમાં ‘પ્રાઈમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન ૨૦૧૭’ પણ મેળવ્યો છે.

નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને સમર્થન આપવા અને રાજ્યોમાં ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે રાજ્ય સ્તરે ક્ષમતા નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે, ડીપીઆઈઆઈટી એ ૨૦૧૮ માં સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્ક શરૂ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ “સ્ટાર્ટઅપ ઇન્ડિયા” પહેલ શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ મજબૂત સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા, ટકાઉ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા અને રોજગારીની વિશાળ તકો પેદા કરવાનો છે.

આજે ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ બની ગયું છે, જેમાં ૭૨,૦૦૦ થી વધુ માન્ય સ્ટાર્ટ-અપ્સ અને ૧૦૦ થી વધુ યુનિકોર્ન છે. ભારતના અર્થતંત્રમાં સ્ટાર્ટઅપ્સના યોગદાનને માન્યતા આપતા વડાપ્રધાને ૧૬ જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવવાની પણ જાહેરાત કરી છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.