Western Times News

Gujarati News

પીટી ઉષા, ઇલૈયારાજા સહિત ૪ દિગ્ગજ રાજ્યસભામાં જશે

નવીદિલ્હી, દેશની મહાન એથલીટ પીટી ઉષાને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. પીટી ઉષા સાથે ફિલ્મ કંપોઝર અને સંગીતકાર ઇલૈયારાજા, વીરેન્દ્ર હેગડે અને વી. વિજયેન્દ્ર પ્રસાદને પણ રાજ્યસભા મોકલવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ ટ્‌વીટ કરી આ જાણકારી આપી છે.

પીએમ મોદીએ પીટી ઉષા વિશે જાણકારી આપતા જણાવ્યુ કે પીટી ઉષાને રમતમાં તેની સિદ્ધિઓને વ્યાપક રૂપથી ઓળખવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં નવા એથલીટોનું માર્ગદર્શન કરવા માટે તેમનું કામ એટલું જ પ્રશંસાપાત્ર છે. તેમને રાજ્યસભા માટે નોમિનેટ કરવા માટે શુભેચ્છા.

ઇલૈયારાજા વિશે જણાવતા પીએમ મોદીએ જણાવ્યુ કે તેમણે પેઢી દર પેઢી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. તેમના રચનાઓ અનેક ભાવનાઓની સુંદરતાને દર્શાવે છે. તેઓ એક વિનમ્ર પૃષ્ઠભૂમિથી આવ્યા અને ઘણું મેળવ્યું. ખુશી છે કે તેમને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

વીરેન્દ્ર હેગડેને પણ રાજ્યસભા મોકલવામાં આવી રહ્યા છે. તેમના વિશે જાણકારી આપતા પીએમ મોદીએ જણાવ્યુ કે સામુદાયિક સેવામાં સૌથી આગળ છે. મને ધર્મસ્થળ મંદિરમાં પ્રાર્થના કરવા અને સ્વાસ્થ્ય, શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં તેમના દ્વારા કરવામાં આવી રહેલા મહાન કાર્યોને જાેવાની તક મળી છે. તે ચોક્કસપણે સંસદીય કાર્યવાહીને સમૃદ્ધ કરશે.

આ ત્રણ લોકો સિવાય વી વિજયેન્દ્ર પ્રસાદને પણ રાજ્યસભા મોકલવામાં આવી રહ્યા છે. તેમના વિશે પીએમ મોદીએ કહ્યુ કે, તે દાયકાઓથી રચનાત્મક દુનિયા સાથે જાેડાયેલા છે. તેમની રચનાઓ ભારતની ગૌરવશાળી સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે અને વિશ્વ સ્તર પર પોતાની ઓળખ બનાવી ચુકી છે. તેમને રાજ્યસભામાં નોમિનેટ કરવા માટે શુભેચ્છા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.