Western Times News

Gujarati News

NCના ફારૂક અબ્દુલ્લાએ તિરંગા પર વિવાદિત નિવેદન આપ્યું

NC's Farooq Abdullah made a controversial statement on the tricolor

નવીદિલ્હી,  હંમેશા પોતાના નિવેદનથી વિવાદ ઉભો કરનારા નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ ફરી વિવાદિત નિવેદન આપી દીધુ છે. આ વખતે તેમણે કોઈ નેતા કે પાકિસ્તાન પર ટિપ્પણી કરી નથી, પરંતુ તેમણે ભારતીય ઝંડા તિરંગાનું અપમાન કરી દીધુ છે.

શ્રીનગરની બજારમાં પત્રકારો સાથે વાત કરતા ઈદ અને યશવંત સિન્હાના મુદ્દા પર બોલ્યા બાદ જ્યારે એક પત્રકારે પૂછ્યુ કે હર ઘરમાં તિરંગો તો અબ્દુલ્લાએ જવાબ કાશ્મીરીમાં આપ્યો. તેમણે કાશ્મીરી ભાષામાં કહ્યુ- તે તારા ઘરમાં રાખવો. તેમના આ નિવેદન બાદ વિવાદ ઉભો થઈ શકે છે. લોકો કહી રહ્યાં છે કે તે આ સવાલનો સીધો જવાબ આપી શકતા હતા, પરંતુ તે ઈરાદાપૂર્વક આવા નિવેદન આપે છે.

થોડા દિવસ પહેલા કાશ્મીર ગ્રામીણ વિકાસ વિભાગે એક ઓર્ડર જારી કરી પોતાના કર્મચારીઓને કહ્યું હતું કે હર ઘર તિરંગા મુહિમને સફળ બનાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ ૧૫ ઓગસ્ટના દિવસે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવાનો ર્નિણય કર્યો છે. આ સિવાય લોકોને પોતાના ઘરોમાં તિરંગો ફરકાવવા પ્રોત્સાહિત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.