Western Times News

Gujarati News

GSTના નવા દર ૧૮ જુલાઈથી લાગૂ થશે, સરકારના ર્નિણયનો વિરોધ થવા લાગ્યો

નવીદિલ્હી,  પાછલા મહિને ૨૮ અને ૨૯ તારીખે ચંદીગઢમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની ૪૭મી બેઠકમાં ઘણા એવા સામાનો પર જીએસટી વધારવાનો ર્નિણય લેવામાં આવ્યો. જેની અસર લોટ અને ડેરી સાથે જાેડાયેલા સામાનોના ભાવ પર પડી શકે છે. બેઠકમાં સૌથી મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો. The new rate of GST will come into effect from July 18-2022.

કે પ્રિ-પેક્ડ અને પ્રિલેબલ્ડ (પહેલાતી પેક અને નામ લખેલું હોય) સામાનોને તે સામાનોની યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યા જેના પર હાલ જીએસટી લાગતો નથી. એટલે કે આ સામાનોને જીએસટી હેઠળ લાવવાનો ર્નિણય થયો છે. આ સામાનોમાં લોટ, દહીં, લસ્સી અને છાસ જેવી વસ્તુઓને પણ સામેલ કરવામાં આવી છે.

આ સામાનો પર ૫ ટકા કે ૧૨ ટકાના દરથી જીએસટી લગાવવાની સંભાવના છે. જીએસટી દરને લઈને ઔપચારિક જાહેરાત જલદી થવાની સંભાવના છે. જીએસટી દર ૫ ટકા હોય કે ૧૨ ટકા, આ વસ્તુઓના ભાવ વધવાના નક્કી છે. આ સિવાય હોસ્પિટલોમાં ૫૦૦૦થી વધુ કિંમતવાળા રૂમ પર ૫ ટકા જીએસટી લગાવવાનો પણ ર્નિણય લેવામાં આવ્યો છે.

સાથે હોટલોમાં ૧૦૦૦થી વધુ રૂમ પર પણ ૫ ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. બેન્ક ચેક પર જીએસટી શૂન્ટ ટકાથી વધારી ૧૮ ટકા કરી દેવામાં આવ્યો છે. બાગડોગરા એરપોર્ટ અને ઉત્તર પૂર્વી રાજ્યોના એરપોર્ટથી આવતા અને ત્યાં જનારા યાત્રીકો માટે હવાઈ યાત્રા થોડી મોંઘી થઈ જશે કારણ કે આ યાત્રા પહેલા જીએસટી લાગતો નથી.

આમ તો ઇકોનોમી ક્લાસની યાત્રા કરનાર માટે રાહતની વાત જરૂર છે કારણ કે ઇકોનોમી ક્લાસની યાત્રા પર જીએસટી છૂટ પહેલાની જેમ યથાવત રહેશે.

આ સિવાય એલઈડી લેમ્પ અને લખવા, પેન્ટિંગ અને પ્રિન્ટિંગમાં કામ આવનારી સ્યાહી પર પણ જીએસટીનો દર ૧૨ ટકાથી વધારી ૧૮ ટકા કરી દેવામાં આવ્યો છે. જીએસટીના વધેલા દરને લઈને હવે દેશમાં વિરોધનો સ્વર ઉઠી રહ્યો છે. કોંગ્રેસ આ વધારાને લઈને દેશવ્યાપી આંદોલન કરવા જઈ રહી છે તો દૂધના વ્યવસાયમાં લાગેલા કેટલાક સંગઠન પણ તેનો વિરોધ કરી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.