Western Times News

Gujarati News

બજાર ખુલતા જ સેન્સેક્સ-નિફ્ટીમાં જબરદસ્ત તેજી

મુંબઇ, વૈશ્વિક બજારમાં મળેલા સારા સંકેત અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી ગુરુવારે ભારતીય શેરબજારમાં તેજી જાેવા મળી. ગુરુવારે સવારે સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ લીલા નિશાન સાથે કારોબારની શરૂઆત કરી. કારોબારી સત્રની શરૂઆતમાં ૩૦ અંકવાળો સેન્સેક્સ ૩૯૫.૭૧ અંકની તેજી સાથે ૫૪,૧૪૬.૬૮ પર ખુલ્યો. Sensex-Nifty rises sharply as the market opens

જ્યારે ૫૦ અંકવાળો નિફ્ટી ૧૬,૧૧૩.૭૫ અંક પર ખુલ્યો. પ્રી ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના ૩૦માંથી ૨૯ શેરમાં તેજી જાેવા મળી. હાલ બીએસઈ સેન્સેક્સ ૩૧૬.૦૭ના વધારા સાથે ૫૪,૦૬૭.૦૪ પર કારોબાર કરી રહ્યો છે જ્યારે નિફ્ટીની વાત કરીએ તો ૧૦૧.૯૦ના વધારા સાથે ૧૬૦૯૧.૭૦ પર કારોબાર થઈ રહ્યો છે.

બીજી બાજુ ગ્લોબલ શેર બજારમાં થયેલી ખરીદીના કારણે અમેરિકી શેરબજારમાં હળવી તેજી જાેવા મળી. ડાઉ જાેન્સ ૪૦૦ અંકની તેજી સાથે ૭૦ અંક ઉપર ચડીને બંધ થયો. આઈટી શેર સતત બજારને મજબૂતી આપી રહ્યા છે. યુરોપીયન બજારમાં ૧.૫ ટકા સુધીની તેજી જાેવા મળી. એશિયન માર્કેટમાં પણ મજબૂતાઈ જાેવા મળી.

આ અગાઉ બુધવારે લાંબા સમય બાદ શેરબજારમાં જબરદસ્ત તેજી જાેવા મળી. કારોબારી સત્રના અંતમાં ૩૦ અંકવાળો બીએસઈ સેન્સેક્સ ૬૧૬.૬૨ અંક ઉછળીને ૫૩,૭૫૦.૯૭ અંક પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૭૮.૯૫ અંકની તેજી સાથે ૧૫,૯૮૯.૮૦ અંક પર બંધ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.