Western Times News

Gujarati News

રાધિકા થિયેટર અને શોર્ટ ફિલ્મો સાથે જોડાયેલી છે

મુંબઇ, બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે ઉભરેલી સ્ટાર રાધિકા આપ્ટે વર્ષોથી થિયેટર અને શોર્ટ ફિલ્મો સાથે પણ જાડાયેલી છે. જેથી તેની પાસે ચાહકો જારદાર એક્ટિંગની અપેક્ષા હમેંશા રાખે છે. રાધિકા પાસે હિન્દીની સાથે સાથે અન્ય કેટલીક સાઉથની ફિલ્મો અને અંગ્રેજી ફિલ્મ પણ છે. હિન્દીમાં તે કેટલીક સારી ફિલ્મો પણ ધરાવે છે. રાધિકાનુ નામ આવતાની સાથે જ બોલિવુડની સેક્સી સ્ટારની ઇમેજ તાજી થઇ જાય છે. રાધિકા આપ્ટેએ ટુંકા ગાળામાં જ પોતાની જુદી જુદી એક્ટિંગ કુશળતાના કારણે તમામ લોકોના મન જીતી લીધા છે.

હવે રાધિકાનુ સપનુ માત્ર બોલિવુડ અને હોલિવુડ સુધી જ મર્યાદિત નથી. તે વર્લ્ડ સિનેમાનો હિસ્સો બનવાની ઇચ્છા ધરાવે છે. હોલિવુડ અને બ્રિટીશ સિનેમા સુધી જ તે મર્યાદિત રહેવા માટે ઇચ્છુક નથી. તેનુ કહેવુ છે કે તે હોલિવુડની ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તેને ચોક્કસપણે રોલ મળશે જ. રાધિકા વર્ષ ૨૦૦૫માં નાનકડા રોલ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પ્રવેશી હતી.

પ્રથમ ફિલ્મ વાહ મારફતે તે બોલિવુડમાં પ્રવેશી હતી. તે જે ફિલ્મમાં કામ કરી ચુકી છે તેમાં લાઇફ હો તો એસી, અને શોર ફિલ્મનો સમાવેશ થાય છે. સિટી અને કાબલી ફિલ્મમાં પણ તે ચમકી હતી. હાલમાં શોર્ટ ફિલ્મ આહલ્યા મારફતે તે નજરે પડી હતી. રાધિકાનુ કહેવુ છે કે દેશમાં મહિલા સ્થિતિમાં વધારે સારી બની રહી છે. બોલિવુડમાં ફિલ્મની ચાહકો ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહ્યા છે. રાધિકાની છાપ બોલિવુડમાં એક સેક્સી સ્ટાર તરીકેની બની છે. તે હોરર ફિલ્મમાં કામ કરી ચુકી છે જા કે હાલમાં તેની પાસે પારિવારિક ફિલ્મની ઓફર પણ આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.