Western Times News

Gujarati News

મહારાષ્ટ્રનાં કોલ્હાપુરમાં પાણીનાં ટેન્કર પર નીકળી જાન

મુંબઇ, મહારાષ્ટ્રનાં કોલ્હાપુરમાં એક અનોખા વિવાહ સમારંભ થયો છે. આ એક નવદંપત્તિનાં જ્યાં સુધી તેમનાં વિસ્તારમાં પાણીનું સપ્લાય યોગ્ય રૂપથી નથી થતું ત્યાં સુધી તે હનીમૂન પર નહીં જાય તેવો ર્નિણય લીધો છે. કોલ્હાપુરનાં મંગળવાર પેઠમાં રહેનારા વિશાલ કોલેકરનાં લગ્ન અપર્ણા સાલુંખેથી થયા હતાં.

શહરમાં જલસંકટ પર સૌનું ધ્યાન આકર્ષિત કરવામાં માટે વિશાલ તેની દુલ્હનિયાને પાણીનાં ટેન્કર પર લઇને આવ્યો હતો. આ લગ્ન હવે આખા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયા છે. ખરેખરમાં વિશાલ કોલેકરનાં ઘરની આસપાસનાં વિસ્તારમાં પાણીનાં સપ્લાય અંગે ઘણી સમસ્યાઓ છે.

વિશાલે જણાવ્યું કે, ચાર દિવસમાં એક વખત પાણી આવે છે. આ કારણે સ્થાનીક લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે નગર નિગમને ઘણી વખત આ મામલે ફરિયાદ કરવાં છતાં આ સમસ્યાનું નિદાન આવ્યું નથી. આ કારણે હવે આ હટકે જાન કાઢીને સ્થાનીક સરકારને જગાડવાનો પ્રયાસ વિશાલ અન અપર્ણા દ્વારા કરવામાં આવ્યો છે.

આ નવદંપત્તિનું કહેવું છે કે, જ્યાં સુધી પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તે હનીમૂન પર નહીં જાય. વિશાલે જણાવ્યું કે, તેણે તેનાં સસરાને કહ્યું છે કે, તેમની દીકરીને કોઇ મુશ્કેલી ન પડે એટલે લગ્નમાં પાણી ભરેલું ટેન્કર ગિફ્ટમાં જાેઇએ છે.

સસરાએ પણ તેનાં જમાઇની આ ઇચ્છાને પૂર્ણ કરવાં અને દીકરીકને સમસ્યા ન આવે એટલે પાણીનું ટેન્કર ગિફ્ટ કર્યું છે. દુલ્હન અપર્ણા પણ પતિનાં આ વિચારથી ખુશ છે. તેનું કહેવું છે કે, તે તેનાં પતિની સાથે આ ચળવળમાં શામેલ છે. તેણે કહ્યું કે, જ્યા સુધી સમસ્યાનું સમાધાન નથી આવતું ત્યાં સુધી તે પતિને ‘નો હનીમૂન’ મૂવમેન્ટને સપોર્ટ કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.