Western Times News

Gujarati News

અમરનાથ: ૫ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

શ્રીનગર, અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટનાથી થયેલી દુર્ઘટના પછી રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે. આઈટીબીપીના જવાનો પણ શનિવારે રાહત કાર્યમાં લાગી ગયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૧૫ લોકોના મોત થયા છે.

એક અધિકારીએ જણાવ્યું કે લગભગ ૪૦ લોકો ગુમ છે અને પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સમાચાર એજન્સી એનઆઈના મતે ઉપર પવિત્ર ગુફા પાસે ૫ પુરુષ અને ૩ મહિલા તીર્થયાત્રીઓના મોત થયા છે. જ્યારે નીચેની ગુફા નજીક ૩ પુરુષ અને ૨ મહિલાઓના મોત થયા છે.

પોલીસ અને એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા પાસે ભારે વરસાદ વચ્ચે શુક્રવારે સાંજે ૫.૩૦ કલાકની આસપાસ વાદળ ફાટવાની ઘટના સામે આવી હતી. તેની ચપેટમાં આવીને ગુફાની બહાર શિવિરમાં બનેલા ૨૫ ટેન્ટ અને ત્રણ સામુદાયિક રસોઇઘર નષ્ટ થઇ ગયા હતા.

વાદળ ફાટવાની દુર્ઘટનાથી ૧૫ લોકોના મોત થયા હોવા છતા અમરનાથ યાત્રા માટે આવેલા શ્રદ્ધાળુઓની હિંમતમાં ઘટાડો થયો નથી. શુક્રવારે મોડી રાત્રે અમરનાથ યાત્રા માટે તીર્થયાત્રીઓનો એક નવો જત્થો જમ્મુ બેસ કેમ્પથી કાશ્મીરમાં બાલટાલ અને પહેલગામ બેસ શિવિરો માટે રવાના થયા છે.

આ દરમિયાન ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે એક તીર્થ યાત્રીએ વાત કરતા કહ્યું કે અમે પહેલગામ શિવિર તરફ જઈ રહ્યા છીએ અને આશા કરી રહ્યા છીએ કે યાત્રા ફરીથી શરુ થશે. અમે બધા યાત્રીઓની રક્ષા માટે બાબા ભોલેનાથથી પ્રાર્થના કરીએ છીએ.

રાહત અને બચાવ કાર્યોમાં સેના, બીએસએફ, આઈટીબીપી, એનડીઆરએફ, એસડીઆરએફ, જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને અન્ય અધિકારી-કર્મચારીઓને લગાવવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર પ્રશાસને બચાવ અભિયાન માટે ઉન્નત હળવા હેલિકોપ્ટર પર લગાવ્યા છે.

સેના તરફથી બતાવવામાં આવ્યું છે કે રાહત અને બચાવ કાર્યોમાં ૬ ટીમ લાગેલી છે. ડોગ સ્ક્વોડની બે ટીમ પણ રેસ્ક્યૂ મિશનમાં લગાવવામાં આવી છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પોતે પળ-પળની જાણકારી લઇ રહ્યા છે.

એએનઆઈએ જણાવ્યું કે કાશ્મીરના બધા સ્વાસ્થ્ય કર્મીઓની રજા રદ કરી દેવામાં આવી છે અને તાત્કાલિક ડ્યૂટી જાેઇન કરવા કહ્યું છે. શ્રીનગર, બાંદીપુરા, બારામુલા અને બડગામના સીએમઓને ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફની વધારાની ટીમ બાલટાલ મોકલવા માટે કહ્યું છે.

જમ્મુ કાશ્મીર સરકાર તરફથી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. પહલગામ જાેઇન્ટ પોલીસ કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર – ૦૯૫૯૬૭૭૯૦૩૯, ૦૯૭૯૭૭૯૬૨૧૭, ૧૯૩૬૨૪૩૨૩૩, ૦૧૯૩૬૨૪૩૦૧૮ છે. આ સિવાય અનંતબાગ પોલીસ કંટ્રોલ રુમથી ૦૯૫૯૬૭૭૭૬૬૯, ૦૯૪૧૯૦૫૧૯૪૦, ૦૧૯૩૨૨૨૫૮૭૦ અને ૦૧૯૩૨૨૨૨૮૭૦ નંબરો પર સંપર્ક કરી શકાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.