Western Times News

Gujarati News

NBCCના પૂર્વ સીજીએમને ત્યાં રોકડ, દાગીના-દસ્તાવેજાે મળ્યા

નોઈડાના સેક્ટર ૧૯ સ્થિત અધિકારીના ઘરેથી એટલી રોકડ મળી કે નોટ ગણવાના ૨ મશીનો મંગાવવા પડ્યા

નોઈડા,  આવકવેરા વિભાગે નોઈડામાં એનબીસીસીના ભૂતપૂર્વ સીજીએમના ઘરે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગને દરોડાની કાર્યવાહીમાં નોંધપાત્ર રોકડ, દાગીના અને અન્ય દસ્તાવેજાે મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. નોઈડાના સેક્ટર ૧૯ સ્થિત અધિકારીના ઘરેથી એટલી રોકડ મળી આવી છે કે નોટ ગણવાના ૨ મશીનો મંગાવવાની ફરજ પડી છે.

અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં લગભગ રોકડા ૨ કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. ડીકે મિચલના ઘરેથી જંગી જથ્થામાં જ્વેલરી પણ મળી આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના ઘરેથી મળી આવેલી રકમ અને ઘરેણાંની વિગતો પૂર્વ સીજીએમ આવકવેરા અધિકારીઓને રજૂ કરી શક્યા નથી.

દરોડા દરમિયાન આવકવેરા ટીમને ભૂતપૂર્વ એનબીસીસી સીજીએમ પાસેથી ઘણા દસ્તાવેજાે પણ મળ્યા છે, જેના વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે.

સીબીઆઈ દ્વારા એનબીસીસીના ભૂતપૂર્વ સીજીએમ ડીકે મિત્તલ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસની તપાસ કરી રહી છે. સર્ચ ઓપરેશન વધુ માત્રામાં રોકડ મળતા સઘન તપાસમાં તેમણે રોકડ ક્યાં-ક્યાં છૂપાવી તેની માહિતી આપતા એટલી કેશ સામે આવી કે બે મશીન મંગાવી ગણતરી કરવી પડી રહી છે પરંતુ હજુ સુધી સંપૂર્ણ રકમની ગણતરી થઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.