Western Times News

Gujarati News

સમય જતાં ભારતમાં મંદીની આશંકા ઘટશેઃ શક્તિકાંતા દાસ

કૌટિલ્ય ઇકોનોમિક કોન્કલેવમાં સંબોધન કરતા દાસે કહ્યું હતું કે સપ્લાય મોરચે સ્થિતિ સારી દેખાઈ રહી છે

નવી દિલ્હી,  ભારત સહિત વિશ્વમાં મોંઘવારી વચ્ચે જનતા ત્રાહિમામ પોકારી રહી છે. અનેક દેશોમાં મંદીની આશંકા સેવાઈ રહી છે પરંતુ ભારતની સેન્ટ્રલ બેંકના ગવર્નરે આશા વ્યકત કરી છે કે મોંઘવારી કાબૂમાં આવશે અને મંદીની આશંકા સમય જતા ઘટતી જશે.

આરબીઆઈ ગવર્નર શકિતકાંતા દાસે કહ્યું કે આ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બીજા છ મહિનામાં ફુગાવામાં ધીમે ધીમે ઘટાડો જાેવા મળશે. ફુગાવાના કારણે અર્થવ્યવસ્થામાં મોટી મંદીની શક્યતા ઘટી જશે. કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્‌લેવમાં સંબોધન કરતા દાસે કહ્યું, “સપ્લાય મોરચે સ્થિતિ સારી દેખાઈ રહી છે.

ઘણા સૂચકાંકો આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) દરમિયાન રિકવરીના સંકેતો દર્શાવે છે. અત્યારે અમારું માનવું છે કે આ નાણાકીય વર્ષના બીજા ભાગમાં ફુગાવો ધીમે ધીમે હળવો થઈ શકે છે તેથી ભારતના અર્થતંત્રને આંચકો લાગવાની શક્યતા ઘટી જશે.

ભારત સહિત વિશ્વની અર્થવ્યવસ્થા બે વર્ષથી કોરોના મહામારીથી પીડાઈ રહી છે. હવે તે રિકવરી બતાવી રહી હતી પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ફુગાવો આરબીઆઈના લક્ષ્યાંકથી ઉપર રહ્યો છે. તેનું કારણ સમગ્ર વિશ્વમાં ખાદ્યપદાર્થો અને ચીજવસ્તુઓના ભાવમાં વધારો છે.

મોંઘવારી વધતી અટકાવવા માટે આરબીઆઈએ વ્યાજ દરમાં વધારો કરવાનું શરૂ કર્યું છે. મેની શરૂઆતમાં રેપો રેટ વધાર્યો હતો. ત્યાર બાદ ભારતની મધ્યસ્થ બેંકે જૂનમાં રેપો રેટ વધાર્યો હતો. બે વધારા પછી રેપો રેટમાં ૦.૯૦ ટકાનો વધારો થયો છે. હવે તે ૪.૯ ટકા પર પહોંચી ગયો છે.

એવું માનવામાં આવે છે કે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી વ્યાજ દર વધારવાની પ્રક્રિયા ચાલુ રાખશે. એમપીસીની આગામી બેઠક ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં યોજાવાની છે. તેમાં પણ રેપો રેટ વધારવાનો ર્નિણય લેવાઈ શકે છે. દાસે કહ્યું કે આ એવો સમય છે

જ્યારે સમગ્ર વિશ્વ ઉંચો મોંઘવારીનો દર જાેઈ રહ્યું છે અને પડતર વધતા માંગ ઘટી અને વૈશ્વિક વેપાર પણ ઘટી રહ્યો છે. ટૂંકા ગાળામાં સરકાર અને કેન્દ્રિય બેંકોના ર્નિણય મોંઘવારી પર સીધી અને જલદી અસર નહિ કરે પરંતુ મધ્યમ ગાળામાં મોનેટરી પોલિસીની અસર ફુગાવા પર પડશે.

આર્થિક વૃદ્ધિ રૂંધાશે કે નહિ તે અંગે મંતવ્ય આપતા કેન્દ્રિય બેંકની વર્તમાન નાણાકીય નીતિને યોગ્ય ગણાવતા દાસે કહ્યું હતું કે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે મોનિટરી પોલિસીસોત્ર સમયસર પ્રયત્નો જરૂરી છે. જરૂર પ્રમાણે કડકાઈ જરૂરી છે અને આ નીતિ જ અર્થતંત્રને વિકાસના માર્ગ પર રાખવામાં મદદ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.