Western Times News

Gujarati News

ઘૂમાડા રહિત રાંધણ ગેસના ભાવે લોકોની આંખમાં પાણી લાવી દીધા

Files Photo

એલપીજીના ભાવમાં છેલ્લા એક વર્ષમાં ૨૪૪નો વધારો

નવી દિલ્હી ,  રાંધણ ગેસ એલપીજીના રેકોર્ડ ઊંચા દરોએ ફળો અને શાકભાજીથી માંડીને ખાદ્યતેલ અને વીજળી સુધીની આવશ્યક ચીજવસ્તુઓની વધતી કિંમતોથી પરેશાન સામાન્ય માણસ જેમાં ખાસ કરીને નીચલા વર્ગના મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. આ અઠવાડિયે એલપીજીના દરમાં ૧૪.૨-કિલોગ્રામના સિલિન્ડર દીઠ રૂ. ૫૦નો વધારો કરવામાં આવ્યો હતો, જે છેલ્લા એક વર્ષમાં કુલ રૂ. ૨૪૪ એટલે ૩૦ ટકા જેટલો વધારો છે.

નોન-સબસિડીવાળા એલપીજી – ઉજ્જવલા યોજનાના ગરીબ મહિલા લાભાર્થીઓ સિવાયના તમામ પરિવારો જે કિંમત ચૂકવે છે, તે હવે ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડર દીઠ રૂ. ૧,૦૫૩ છે. જ્યારે ઉજ્જવલા લાભાર્થીઓએ ૮૫૩ રૂપિયા ચૂકવવા પડશે.
આંધ્રપ્રદેશના તેનાલી શહેરમાં ૩૮ વર્ષીય ગૃહિણી એમ મલ્લિકાએ કહ્યું કે,

એલપીજી ધૂમાડા રહિત છે પરંતુ તેમ છતાં તે આંખોમાં આસું લાવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ત્રણ મહિનામાં, ટેક્સ વગર સિલિન્ડર દીઠ ભાવમાં રૂ. ૧૫૦નો વધારો થયો છે અને એકંદરે તે લગભગ રૂ. ૧૬૦ છે. એક સિલિન્ડર હવે રૂ. ૧,૦૭૫ છે. તે ચોક્કસપણે સામાન્ય જનતા પર એક ભારે બોજ સમાન છે.

ઉલ્લેખનીય છે કે, વેટ જેવા સ્થાનિક કરના આધારે ઇંધણના દર રાજ્ય-રાજ્યમાં બદલાય છે. કિંમતોમાં વધારાથી ખાસ કરીને હાઉસમેડ્‌સ, ડ્રાઇવરો, સુરક્ષા ગાર્ડ્‌સ, દૈનિક વેતન, સેલ્સમેન અને વેઇટર્સ જેઓ ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ રૂપિયા પ્રતિ મહિને કમાય છે તે ઓછી આવક ધરાવતા જૂથને અસર કરી છે. એકલા રાંધણ ઇંધણનું બિલ તેમની કમાણીમાંથી લગભગ ૧૦ ટકા છે.

એસબીઆઈના કર્મચારી અને કોલકાતાના ગોલપાર્ક વિસ્તારનો રહેવાસી નુપુર દાસ ગુપ્તાએ જણાવ્યું કે, આજકાલ અમારા માટે રાંધણ ગેસ સિલિન્ડર પરવડે તે ખૂબ જ મુશ્કેલ છે. દર મહિને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવે છે, જેના કારણે અમારા ઘરના બજેટનું બિલ સંતુલિત કરવું વધુ મુશ્કેલ બને છે… અમે રસોઈ બનાવવાની વૈકલ્પિક રીતો શોધી રહ્યા છીએ…કદાચ સોલર અથવા બીજું કંઈક..!

કોલકાતાના દમદમમાં રહેતી ગૃહિણી સ્વપ્ના મુખર્જીએ જણાવ્યું હતું કે તેણી તેના માસિક ખર્ચ વધે નહીં તે માટે રાંધણ ગેસના સ્ટવની સાથે કેરોસીન સ્ટોવનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે. તેણીએ કહ્યું કે, અમારા માસિક ખર્ચમાં ભારે વધારો થયો છે અને તે મુશ્કેલ બની રહ્યો છે. અમને એક મહિનામાં બે ગેસ સિલિન્ડરની જરૂર છે, પરંતુ મને લાગે છે કે અમે એક કનેક્શન સરેન્ડર કરીને ફરીથી કેરોસીનનો ઉપયોગ કરવાનું શરૂ કરીશું.

હરિયાણાના અંબાલાની એક ખાનગી શાળાની શિક્ષિકા પારકી મહેરા (૪૦)એ જણાવ્યું હતું કે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ વધારાથી તેમના જેવા મધ્યમ વર્ગના પરિવારો પ્રભાવિત થયા છે. બે શાળાએ જતા બાળકોની માતા કહે છે કે તેમના પરિવારે ઘરના બજેટનું સંચાલન કરવા માટે અન્ય બિન-જરૂરી વસ્તુઓ પરના ખર્ચમાં ઘટાડો કર્યો છે.

હિસારના સંદીપ કુમાર (૩૮) કે જેઓ ખાનગી ક્ષેત્રમાં નોકરી કરે છે, તેમણે જણાવ્યું હતું કે ઇંધણ, રાંધણ તેલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પહેલાથી જ ઊંચા હતા, અને એલપીજીના દરમાં વધારાથી સામાન્ય લોકોની સમસ્યાઓમાં વધારો થયો છે.

શાળામાં જતી બે છોકરીઓના પિતાએ કહ્યું કે લોકોને થોડી રાહત આપવા માટે સરકારે એલપીજી સિલિન્ડર અને ઈંધણના ભાવમાં ઘટાડો કરવો જાેઈએ.

ચંદીગઢના રહેવાસી અજય કુમાર (૪૫) જેમણે રોગચાળા વચ્ચે ગયા વર્ષે ખાનગી નોકરી ગુમાવી દીધી હતી, કહે છે કે ફુગાવાએ જનતા પર ખરાબ અસર કરી છે. કુમારે કહ્યું કે તે નોકરીની શોધમાં છે અને હાલમાં તે પોતાની બચતમાંથી તેના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે.

આવા સમયે જ્યારે ન્ઁય્ સિલિન્ડર જેવી આવશ્યક ચીજવસ્તુઓની કિંમતો વધી જાય છે ત્યારે વસ્તુઓનું સંચાલન કરવું મુશ્કેલ બની જાય છે. સરકારે સામાન્ય લોકોને થોડી રાહત આપવી જાેઈએ અને એલપીજી અને ઈંધણના ભાવમાં ઘટાડો કરવો જાેઈએ.

અન્ય ગૃહિણી એસ પ્રભાવતીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. ૫૦૦નો વધારો થયો છે. સરકારે દરમાં અસાધારણ વધારો કર્યો છે પરંતુ અમને સબસિડીના નામે રૂ. ૧૮, રૂ. ૧૫, રૂ. ૩ પાછા આપી રહ્યા છે. દર વખતે અમે રિફિલ ખરીદીએ છીએ, અમે હવે ૫૩ રૂપિયા વધારાના ચૂકવીએ છીએ.

આંધ્રપ્રદેશના નાગરિક પુરવઠા વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં ૧.૪૩ કરોડ એલપીજી ગ્રાહકો છે. આંધ્ર પ્રદેશમાં કેટલાક સ્થળોએ (સ્થાનિક કરના આધારે) સિલિન્ડરની કિંમત વધીને ૧,૧૦૩ રૂપિયા થઈ ગઈ છે. ગ્રાહકો જણાવે છે કે ૧૪.૫ કિલોગ્રામના સિલિન્ડરની કિંમત જૂન ૨૦૨૦માં ૬૧૪ રૂપિયાથી વધીને જૂન ૨૦૨૧માં ૮૫૭ રૂપિયા અને હવે ૧,૦૮૯ રૂપિયા થઈ ગઈ છે.

અમે પહેલાથી જ ડિલિવરી પર ૧,૦૬૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર ચૂકવી રહ્યા છીએ. તેમાં ડિલિવરી કરનારને ૪૦ રૂપિયાની ટિપ સામેલ છે. સિલિન્ડરની હાલની કિંમત રૂ. ૧,૦૧૮.૫૦ છે પરંતુ તે હંમેશા રૂ. ૧,૦૨૦ પર રાઉન્ડ ઓફ કરવામાં આવે છે. હવે, ૫૦ રૂપિયાના વધારા સાથે અમારે વધુ ખર્ચ કરવાની જરૂર છે.

એક વ્યક્તિએ કહ્યું કે મોબાઈલ ફોન અને ઈન્ટરનેટના ઉપયોગ સહિતની ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં સતત વધારો થવાના કારણે સામાન્ય માણસને મુશ્કેલી પડી રહી છે.

માત્ર એક સપ્તાહ પહેલા જ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત ૧,૦૫૫ રૂપિયા હતી અને હવે સરકારે ફરીથી દરમાં વધારો કર્યો છે. ઇંધણના ભાવમાં થોડો ઘટાડો કર્યા બાદ કેન્દ્ર સરકારે એલપીજીના ભાવમાં વધારો કર્યો છે, એમ ગૃહિણી એસ વંદનાએ જણાવ્યું હતું. તેણીએ એ પણ વિચાર્યું કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો કેમ ઘટાડવામાં આવી રહી છે.

છેલ્લા એક વર્ષમાં આઠ વખત રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે. રશિયાએ ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલો કર્યા બાદ સપ્લાયમાં વિક્ષેપ પડવાની આશંકાથી આંતરરાષ્ટ્રીય તેલ અને ગેસના ભાવમાં વધારો થયો છે. વિશ્વના સૌથી મોટા તેલ ઉપભોક્તા યુ.એસ.માં મંદીની વાતો પર તાજેતરના દિવસોમાં દરોમાં ઘટાડો થયો છે.

ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં સરકારે વધતી જતી મોંઘવારીને ઠંડક આપવા માટે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર ૮ રૂપિયા અને ડીઝલ પર ૬ રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. તે સમયે સરકારે એમ પણ કહ્યું હતું કે રાંધણ ગેસ પર સિલિન્ડર દીઠ રૂ. ૨૦૦ સબસિડી માત્ર ૯ કરોડ ગરીબ મહિલાઓ અને અન્ય લાભાર્થીઓ સુધી મર્યાદિત રહેશે જેમણે ઉજ્જવલા યોજના હેઠળ મફત જાેડાણ મેળવ્યું છે. બાકીના વપરાશકર્તાઓ, ઘરો સહિત, બજાર કિંમત ચૂકવશે. જેને બિન-સબસિડીવાળા દર તરીકે પણ ઓળખવામાં આવે છે.

અસલમાં, બિન-સબસિડી વિનાનો રાંધણ ગેસ એવો હતો કે જેનો ઉપયોગ ગ્રાહકો સબસિડીવાળા અથવા ઓછા બજાર દરે તેમના ૧૨ સિલિન્ડરનો ક્વોટા સમાપ્ત કર્યા પછી ખરીદતા હતા. જાે કે, સરકારે ૨૦૨૦ના મધ્યમાં મોટાભાગના પરિવારોને એલપીજી પર સબસિડી ચૂકવવાનું બંધ કરી દીધું હતું.

ભારત તેની તેલની લગભગ ૮૫ ટકા જરૂરિયાતને પહોંચી વળવા માટે વિદેશી ખરીદી પર આધાર રાખે છે, જે તેને એશિયામાં તેલના ઊંચા ભાવો માટે સૌથી વધુ સંવેદનશીલ બનાવે છે. જ્યારે ભારત પાસે વધારાની તેલ શુદ્ધિકરણ ક્ષમતા છે, તે સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં એલપીજીનું ઉત્પાદન કરતું નથી અને સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી નોંધપાત્ર પ્રમાણમાં આયાત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.