Western Times News

Gujarati News

વિટામીન ‘ઈ’થી ભરપૂરઃ દ્રાક્ષ બીજનું તેલ

શરીરના કોષોેને નુકશાન થતાં બચાવેઃ ત્વચા માટે ખુબ જ ઉપયોગી, તેલનો ઉપયોગ એરોમા થેરાપીમાં થાય છે
આજકાલ એક નવોે ટ્રેન્ડ શરૂ થયો છે સુકી કાળી/લીલી દ્રાક્ષ ખાવાની પણ તેના બીજ કાઢી નાંખવાના. અથવા તો હવેના નવા જમાના પ્રમાણે બજારમાંથી સીડલસે જ દ્રાક્ષ ખરીદવાની એટલેેે કે બીજ વગરની જ દ્રાક્ષ ખરીદવાની.

ઘણા બધા લોકો ઉનાળામાં કાળી દ્રાક્ષને પલાળીને તેનો ઉપયોગ કરતા હોય છે. સવારે ખાલી પેટેે પણ લેતા હોય છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરીયાત પ્રમાણે તેનો ઉપયોગ કરતા હોય છે. પણ મોટેભાગેે બીજ ખાવાનુૃ ટાળતા હોય છે. બીજ ન ખાવાના જુદા જુદા કારણે લોકો પોતાની રીતેે રજુ કરતા હોય છે. અને એકબીજાને જાગૃત કરતા રહે છે. પણ ખરેખર તેમાં કેટલુ તથ્ય છે એ જાણવાનો અને સમજવાની જરૂર છે.

સામાન્ય રીતે આપણે કાળી દ્રાક્ષ આખી જ ખાતા, બીજની સાથે . આ બીજમાં ખુબ ઉપયોગી તલ હોય છે. અને હવે તે ખુબ મોટી માત્રામાં વપરાવા લાગ્યુ છે. દ્રાક્ષના બીજમાંથી નીકળતુ તેલ એટલેે ગ્રેપ-સીડ ઓઈલ.

દ્રાક્ષમાંથી વાઈન બને છે. અને આ વાઈન બન્યા બાદ જે બીજ બચી જાય છે તેનુૃં તેલ કાઢવામાં આવે છયે. અને તે બંને છે ગ્રેપ સીડ ઓઈલ. ગ્રેપ સીડ ઓઈલ એ ખોરાકરૂપે પણ વપરાય છે. ઔષધરૂપે પણ વપરાય છે. અને બ્યુટી પ્રોડક્ટસમાં પણ વપરાય છે. એટલે કે ઘણી બધી જુદી જુદી રીતે વપરાય છે. બજારમાં ગ્રેપ-સીડ ઓઈલ હવે ધીરે ધીરે પ્રચલિત થવા લાગ્યુ છે.

અને આષધ તરીકે ઉપયોગ માટે ફાર્મસીમાં પણ તેનું ઉત્પાદન થવા લાગ્યુ છે. એટલે હવે આ તેલનું ઉત્પાદન માત્ર વાઈન બન્યા પછી બચેલા બીજમાંથી જ નથી થતુ, પણ ઔષધરૂપે પણ વાપરવા માટે આખી દ્રાક્ષનો પણ ઉપયોગ થવા લાગ્યો છે.
દ્રાક્ષના બીજમાંથી બનતા તેલના અનેક ફાયદાઓ છે. તેમા એક ખાસ પ્રકારની ચરબી હોય છે.જેને બીજની ભાષામાં પોલીસ-અનસેચ્યુરેટેડ ફેટીઅસીડસ કહેવાય છે. આ પ્રકારની ચરબી હૃદય માટે ઉપયોગી થાય છે. એ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. અને હૃદયરોગની શક્યતાઓ પણ ઘટાડે છે.

દ્રાક્ષ બીજના તેલમાં વિટામીન-ઈનું પ્રમાણ ખુબ જ ઉંચુ હોય છે. ઓલીવ ઓઈલ કરતા પણ વિટામીન ઈનુૃં પ્રમાણ આ તેલમાં વધુ હોય છે. આ વિટામીન શરીરના કોષોનેે થતાં નુકશાનથી બચાવે છે અને એટલે હૃદયરોગ, કૈન્સર અને બીજી અનેક ગંભીર બિમારીઓ થવાની શક્યતા ઓ ઓછી થાય છે. વિટામીન-ઈ એ આપણી રોગ પ્રતિકારક શક્તિને પણ મદદ કરે છે.

દ્રાક્ષના બીજનું તેલ એ ત્વચા માટે વિશેષ ઉપયોગી થાય છે. એટલે ઘણી બધી સૌંદર્ય પ્રસાધનો બનાવતી કંપની હવેે ગ્રેપ-સીડ ઓઈલ બનાવવા લાગી છે. આ તેલ ત્વચાની નમી બનાવી રાખે છે. ખીલ મટાડવામાં મદદ કરે છે. ત્વચાને ગોરી બનાવવામાં પણ મદદ કરે છે. ત્વચા પરના છીદ્રોને બંધ કરીને ત્વચાને સુંદર બનાવે છે.

ત્વચા પર પડેલા ઘાવના ડાઘ પર મટોડે છે. એ મેક-અપ કાઢવા માટે પણ ઉપયોગી થાય છે. ગ્રેપ-સીડ ઓઈલ એ ત્વચામાં જલ્દી ઉતરે છે. અને તેનેે લગાડવાથી ત્વચા તૈલી પણ નથી લાગતી. રોત્રે ચહેરા પર બરોબર સાફ કરીને આ તેલની માલીશ કરી શકાય તેનાથી ચહેરા પર ચમક આવે છે. આ તેલ તૈલી ત્વચા હોય તો પણ ઉપયોગ કરી શકાય છે. કારણ કે આ તેલ બહુ ચીકણુૃ નથી.

વાળ માટે પણ આ તેલ ઉપયોગી થાય છે. જાે વાળમાં ખોડો રહેતો હોય તો આ તેલનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી માથાની ત્વચાની સુષ્કતા દુર થાય છે. સાથે જ તેમાં ચિકાશ ઓછી હોવાથી વાળ એકદમ ચીકણા નથી થતાં સાથે જ તે વાળને મજબુત પણ બનાવે છે. અને તેને ચમક પણ આપ છે. સાથે સાથે હવે ટાલને અટકાવવા માટેે પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે.

આ તેલનો ઉપયોગ એરોમા થેરાપીમાં પણ થાય છે. આ તેલ હવે ઘણી જુદી જુદી રીતેે વપરાવા લાગ્યુ છે. એટલે જે બીજને આપણે બેકાર સમજીને ફેકી દઈએ છીએ એ જ બીજનું તેલ વધુ મોંઘુ થઈને આકર્ષક પેકીંગમાં આપના ઘરમાં પાછુ આવી રહ્યુ છે પણ આ તેલ ખુબ જ ઉપયોગી છે અને વાપરવા જેવુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.