Western Times News

Gujarati News

રેડ બુલ સ્પોટલાઈટ- વોયબોય-દેવએમએનો ફાઈનલમાં સારો દેખાવ

અમદાવાદ, પ્રથમ આવૃત્તિ સફળ થયા પછી રેડ બુલ સ્પોટલાઈટ આ વર્ષે સીઝન ટુ સાથે પાછી આવી હતી. આ વખતે ભારતના આગામી હિપ-હોપ સ્ટારની તલાશ કરવાના ભાગરૂપે બહુ રોમાંચક અને પ્રતિભાવંત એવી સ્પર્ધા ભારતનાં ૧૦ શહેરો મુંબઈ, દિલ્હી, બેન્ગલોર, કોલકતા, ચેન્નાઈ, હૈદરાબાદ, ગૌહાટી, પુણે, અમદાવાદ અને ચંડીગઢ સહિત ૧૦ શહેરમાં યોજાઇ હતી.

જેમાં ઘણા બધા રોમાંચક અને રસાકસીભર્યા રાઉન્ડ્‌સ પછી દેશભરભરમાંથી મુંબઈ, દિલ્હી, બેન્ગલોર, કોલકતા, ચેન્નાઈ, હૈદરાબાદ, ગૌહાટી, પુણે, અમદાવાદ અને ચંડીગઢ સહિત ૧૦ શહેરમાંથી ૧૦ ફાઈનલીસ્ટોની પસંદગી કરવામાં આવી હતી, જેઓ રાષ્ટ્રીય ફાઈનલ માટે મુંબઈમાં આવ્યા હતા, જે તા.૧૩ જૂને અબાવ ધ હેબિટાટ, ુંમુંબઇ ખાતે યોજાઈ હતી. આ વર્ષે અગાઉ રાઉન્ડ જીત્યા પછી ચંડીગઢનું પ્રતિનિધિત્વ કરતાં વોરબોય અને દેવએમએ રાષ્ટ્રીય ફાઈનલમાં અદભુત દેખાવ કર્યો હતો અને આખરે રેડ બુલ સ્પોટલાઈટ -૨૦૧૯નો તાજ જીત્યો હતો. તેમને હવે પ્રોફેશનલ સ્ટુડિયો ખાતે સંપૂર્ણ લંબાઈનો આલબમ રેકોર્ડ કરવાની તક અપાશે.

ઉપરાંત ફુલ પ્રેસ કિટ સહિત અન્ય લાભો પણ અપાશે, જેમાં ફોટો શૂટ અને નવા રેકોર્ડ કરાયેલા આલબમ માટે આલબમ આર્ટ અને મ્યુઝિક વિડિયોનો સમાવેશ થાય છે. બહુ રોમાંચક એવી આ રાષ્ટ્રીય ફાઇનલમાં વિવિધ શહેરોમાં આવેલા દરેક ફાઈનલીસ્ટોએ જ્યુરી સામે બે ઓરિજિનલ ટ્રેક્સ પરફોર્મ કર્યા હતા. જ્યુરીમાં દેશના આજે અમુક ઉત્કૃષ્ટ રેપ ક્રુ સીધે મૌત, સ્વદેસી અને ડોપિયાડેલિક્ઝનો સમાવેશ થતો હતો. સંધ્યા માટે હોસ્ટ ડીજી ઉરી સાથે એન્કર હતાં, જેમણે સંધ્યાને વધુ રંગીન બનાવી દીધી હતી. ફાઇનલની સ્પર્ધા અત્યંત રસાકસીભરી રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.