Western Times News

Gujarati News

અમદાવાદમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ: બે કલાકમાં ઉસ્માનપુરા-ચાંદખેડામાં બે ઇંચથી વધુ વરસાદ

અમદાવાદ, શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. જે બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આજે અમદાવાદ સહિત રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં થોડા જ સમયમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઇ ગઇ છે. અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને પણ છોડી રહ્યા છે. અમદાવાદમાં સવારે ચાર કલાકમાં સરેરાશ એક ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા કલાકમાં શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારના ચાંદખેડા અને ઉસ્માનપુરામાં સૌથી વધુ બે ઇંચ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં શરૂ થયેલા ભારે વરસાદને કારણે શહેરની અનેક શાળાઓએ સલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને છોડી દીધા છે. નોંધનીય છે કે, વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઇ દરેક શાળાના આચાર્યએ પોતાની વિવેકબુદ્ધિથી સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો ર્નિણય કરવો એમ અમદાવાદના શિક્ષણ અધિકારીએ સૂચના આપી હતી. More than two inches of rain in Usmanpura-Chandkheda in two hours

અત્યારસુધીમાં રાજ્યમાં પડેલા કુલ ૧૪.૫૨ ઈંચ વરસાદમાંથી ૭.૬૭ ઈંચ, એટલે કે ૪૭ ટકા જેટલો વરસાદ માત્ર ૫ જ દિવસમાં વરસી ગયો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદને કારણે, અત્યારસુધીમાં ૩૧૦૩૫ નાગરિકનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ લોકોનાં મોત થયાં છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ સાથે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે, ૧૫ જુલાઇએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આગામી ૫ દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાની સમગ્ર સીઝનમાં ૩૪ ઇંચ વરસાદ પડવાની સરેરાશ છે, જેની સરખામણીએ હાલ સુધીની સ્થિતિએ કુલ ૧૪.૫૨ ઈંચ, એટલે કે ૪૨.૭૨ ટકા વરસાદ વરસ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.