Western Times News

Gujarati News

LRDના ઉમેદવારો માટે સરકારે વેઈટિંગ લિસ્ટ બહાર પાડવાની જાહેરાત કરી છે

અમદાવાદ, લોકરક્ષક દળની ભરતીના વેઈટિંગ લિસ્ટની રાહ જાેઈને બેઠેલા ઉમેદવારો માટે રાહતના સમાચાર છે. સરકારે હાલમાં જ વેઈટિંગ લિસ્ટ બહાર પાડવાની જાહેરાત કરી છે. અગાઉ એપ્રિલ મહિનામાં ગૃહ વિભાગે તાત્કાલિક વેઈટિંગ લિસ્ટ બહાર પાડીને નિમણૂકો આપવાની જાહેરાત કરી હતી. પરંતુ જુલાઈ મહિના સુધી જૈસે થે જેવી સ્થિતિ હતી જેના લીધે ઉમેદવારોએ ધરણાં પ્રદર્શન કર્યું હતું.

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારોએ ધરણાં પ્રદર્શન યોજતાં લિસ્ટ તૈયાર થઈ રહ્યું હોવાનું કહેવામાં આવ્યું છે.  વિકાસ સહાયે સોશિયલ મીડિયામાં લોકરક્ષક દળની ભરતીનું વેઈટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું છે.

વિકાસ સહાયે ટિ્‌વટ કરતાં લખ્યું, “ગુજરાત સરકારના ગૃહ વિભાગની સૂચના અન્વયે લોકરક્ષક ભરતી-૨૦૧૮ની ઉમેદવારોની પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવી રહેલ છે. જેની વિગત ટૂંક સમયમાં વેબસાઈટ પર મૂકવામાં આવશે. લાંબા સમયથી લિસ્ટ બહાર પડવાની રાહ જાેતાં ઉમેદવારોએ આ જાહેરાતને આવકારી છે.

અગાઉ બે વખત લોકરક્ષક દળની ભરતીમાં જ વેઈટિંગ લિસ્ટ બહાર પાડવાની જાહેરાત થઈ હતી પરંતુ અમલવારી નહોતી થઈ. એલઆરડી માટે ૧૨ હજાર જેટલી ભરતીની જાહેરાત કરાઈ હતી અને તેના ૨૦ ટકા મુજબ ૨૪૦૦ જેટલા ઉમેદવારોનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે. એલઆરડી ૨૦૧૮ની ભરતીના વેઈટિંગ લિસ્ટ માટે ઉમેદવારો લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા છે.

આ મુદ્દે તેમણે અગાઉ આંદોલન કરતાં સરકારે તેમને સચિવાલયમાં બોલાવીને વહેલામાં વહેલી તકે લિસ્ટ જાહેર થશે તેવી હૈયાધારણા આપી હતી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, બાંહેધરી પછી પણ જાહેરાત ના થતાં ઉમેદવારો લડવાના મૂડમાં આવી ગયા હતા. તાજેતરમાં થયેલી આ જાહેરાત બાદ ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.