Western Times News

Gujarati News

મોદી સરકાર ફ્રીમાં આપી રહી છે સિલાઈ મશીન

નવી દિલ્હી, દેશની મહિલાઓને આર્થિક રીતે આર્ત્મનિભર બનાવવા માટે કેન્દ્રની મોદી સરકાર મફત સિલાઈ મશીનનું વિતરણ કરવાની યોજના બનાવી રહી છે. યોજના હેઠળ મહિલાઓને વિનામૂલ્યે સિલાઈ મશીન આપવામાં આવે છે. દેશની મહિલાઓ પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.

આજના આર્ટિકલમાં આપણે જાણીશું કઈ મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે અને કઈ રીતે આ માટે અરજી કરી શકાય છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા દેશના દરેક રાજ્યમાં ૫૦ હજાર મહિલાઓ માટે બનાવવામાં આવી છે. આ યોજના માટે અરજી કરનાર મહિલાઓની ઉંમર ૨૦થી ૪૦ વર્ષની હોવી જાેઈએ. અરજી કરવા પર મહિલાઓને મફતમાં સિલાઈ મશીન મળે છે.

અરજી કરવા માટે ભારતના નાગરિક હોવું ફરજિયાત છે. દેશમાં માત્ર આર્થિક રીતે નબળી મહિલાઓ જ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના માટે પાત્ર મહિલા અરજી કરીને સિલાઈ મશીન યોજનાનો લાભ લઈ શકે છે. દેશના તમામ રાજ્યો માટે કેન્દ્ર સરકારની યોજના તૈયાર કરવામાં આવી છે.

દરેક રાજ્યની ૫૦ હજાર મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે અને તેના માટે કોઈ ફી લેવામાં આવતી નથી. કર્ણાટક, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે.

આ રાજ્યોની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. મહિલાના પતિની વાર્ષિક આવક ૧૨ હજારથી વધુ ન હોવી જાેઈએ. ઉપરાંત, વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજના માટે અરજી કરી શકે છે. તમે આ પ્રોજેક્ટ માટે ઓનલાઈન અરજી કરી શકો છો.

આ યોજના હેઠળ અરજી કરવા માટે, ઓફિશિયલ વેબસાઇટ www.india.gov.in પર વિઝિટ કરવું. હોમ પેજ પર તમારે સિલાઈ મશીનની મફત સપ્લાય માટે અરજીની લિંક પર ક્લિક કરવાનું રહેશે. આ બાદ અહીં તમામ જરૂરી દસ્તાવેજાે અટેચ કરી અને સંબંધિત ઓફિસમાં ફોર્મ સબમિટ કરવાનુ રહેશે.

તમારી અરજીની સમીક્ષા કરવામાં આવશે અને એકવાર માહિતી સાચી જણાય તો તમને મફત સિલાઈ મશીન મળશે. સિલાઈ મશીન માટે જન્મનો દાખલો, આવકનો દાખલો, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઈઝ ફોટો એમ ચાર ડોક્યુમેન્ટની જરૂર પડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.