Western Times News

Gujarati News

વિશ્વની સૌથી મોંઘી ચિપ્સ આલ્કોહોલમાંથી તૈયાર થાય છે

નવી દિલ્હી, તમને માર્કેટમાં અનેક પ્રકારની ચિપ્સ મળશે. આ વિવિધ આકાર અને પેકેટમાં ઉપલબ્ધ છે. ઉપરાંત, તેમની કિંમત જથ્થા અનુસાર નક્કી કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને દુનિયાની સૌથી મોંઘી ચિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

અમેરિકાની એક રેસ્ટોરન્ટે તેના મેનુમાં આ સૌથી મોંઘી ચિપ્સની પ્લેટ સામેલ કરી છે. તે અમેરિકાના નેશનલ ફ્રેન્ચ ફ્રાય ડે પર મેનુમાં ઉમેરવામાં આવ્યું છે. એક પ્લેટની કિંમત તમને આશ્ચર્યચકિત કરી દેશે. ન્યૂયોર્કમાં આવેલી આ રેસ્ટોરન્ટનું નામ Serendipity3 છે.

આ રેસ્ટોરન્ટનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. આ રેસ્ટોરન્ટ તેના શેમ્પેઈન સૂકા બટાકાની ચિપ્સ માટે જાણીતી છે. ચિપ્સની આ પ્લેટ પર સોનાની રજ છાંટવામાં આવે છે. રેસ્ટોરન્ટે તેને તેના મેનુમાંથી અધવચ્ચે જ હટાવી દીધી હતી.

પરંતુ ૧૩ જુલાઈના રોજ, અમેરિકામાં ઉજવવામાં આવનાર નેશનલ ફ્રેન્ચ ફ્રાય ડે પર તેને ફરીથી ઉમેરવામાં આવી. આની એક પ્લેટની કિંમત ૧૬ હજાર રૂપિયા છે.

આ મોંઘી ચિપ પ્લેટની કિંમત રેસ્ટોરન્ટે જ જણાવી હતી. એ પણ બહાર આવ્યું કે આ ચિપ્સમાં શું મિક્સ છે? ઇન્ગ્રેડિયન્ટ જાેયા પછી સમજાશે કે તેને બનાવવામાં કોઈ કચાશ કરવામાં આવી નથી. તે તમામ પ્રકારની મોંઘી વસ્તુઓમાંથી તૈયાર કરવામાં આવે છે.

હવે રેસ્ટોરન્ટે આ મોંઘી વાનગી વિશે વધુ એક જાહેરાત કરી છે. તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર, રેસ્ટોરન્ટે પુષ્ટિ કરી કે તેણે નેશનલ ફ્રેન્ચ ફ્રાય ડે પર તેના મેનૂમાં વિશ્વના સૌથી મોંઘા ફ્રાઈસનો સમાવેશ કર્યો છે. તેની કિંમત ૧૬૮ પાઉન્ડ એટલે કે લગભગ ૧૬ હજાર રૂપિયા છે.

રેસ્ટોરન્ટે આ ચિપ્સમાં ઉપયોગમાં લેવાતા ઘટકો વિશે જણાવ્યું. આ ચિપ્સ બનાવવા માટે ચિપરબેક બટાકાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય તેમાં ડોમ પેરીગન શેમ્પેઈન અને જે. લેબ્લેન્ક ફ્રેન્ચ શેમ્પેન આર્ડેન વિનેગરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેમજ આ ચિપ્સમાં ગુરેન્ડે ટ્રફલ સોલ્ટ અને અર્બની સમર ટ્રફલ ઓઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તમામ ઘટકો ખૂબ ખર્ચાળ છે. આ સિવાય સર્વ કરતી વખતે આ ચિપ્સ પર સોનાની રજ છાંટવામાં આવે છે. આ કારણે, તેની ઓન-પ્લેટ કિંમત ઘણી વધારે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.