Western Times News

Gujarati News

ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થને જાેડતા રસ્તા પર ઠેર ઠેર ખાડા

Potholes all over the road leading from Zadeshwar Chowkdi to Shuklatirtha

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ચોમાસાની ઋતુ ચાલી રહી હોય ત્યારે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે વરસાદી પાણી ન પગલે ઠેર ઠેર માર્ગો ધોવાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે શહેરની સાથે સાથે હવે ગામડાઓને જાેડતા માર્ગો પણ ધોવાઈ ગયા છે.

જેમાં ઝાડેશ્વર ચોકડી થી નર્મદા કોલેજ સુધીનો માર્ગ તો જાને જમ્પિંગ માર્ગ બન્યો હોય એવું વાહન ચાલકો અનુભવ કરી રહ્યા છે.કારણ કે માર્ગ ધોવાઈ જવાના પગલે ઉંડા ખાડાઓ પડી ગયા છે.જેના પગલે વાહનોની ગતિ ધીમી થવા સાથે ભારે વાહનો પસાર થતા ચાલકોને પરેશાની વેઠવાનો વાળો આવ્યો છે.

ઝાડેશ્વર ચોકડી થી પસાર થતા નવા અને જુના તવરા, શુક્લતીર્થ, કડોદ, અંગારેશ્વર, મંગલેશ્વર, નિકોરા અને ઝનોર સહિતના ૧૮ થી ૨૦ ગામડાને જાેડતા આ મુખ્ય માર્ગ ઉપર સતત વરસેલા વરસાદમાં ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહન ચાલકો ભારી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.

ઝાડેશ્વર ચોકડી થી તવરા સુધીના મુખ્ય માર્ગો પર જ બિલ્ડરો દ્વારા આડેધડ બાંધકામના કારણે વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે સંપૂર્ણ પાણી રોડ ઉપર ફરીવળતા છેલ્લા બે વર્ષથી રોડની બિલકુલ ખરાબ હાલત જાેવા મળી રહી છે.તંત્ર દ્વારા વરસાદ બાદ ખાડાઓમાં મેન્ટલ નાંખી ત્યાર બાદ ડામર પેચિંગવર્ક કરી ગાબડાં જ પુરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

પરંતુ વરસાદ પડતાં પૂરેલા ખાડા પાણીમાં ધોવાઈ જતા પુનઃ ખાડાઓ પડતા પરિસ્થિતિમાં જાેવા મળી છે.ત્યારે આવી પરિસ્થિતિમાં ઝાડેશ્વર ચોકડી થી શુકલતીર્થ સુધીનો મુખ્ય માર્ગો પર જ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે તથા ઝાડેશ્વર ચોકડી નજીક આવેલ કોલેજના વિદ્યાર્થીઓ પણ અવરજવર કરે છે

તો નોકરીયાતો અને ધંધો રોજગાર પર જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.ઘણીવાર તો ઝાડેશ્વર ચોકડી થી થ્રી કે ફોર વ્હીલર વાહનોના ટાયરો પણ ફાટવાની ઘટનાઓ બનતી હોય છે જેને લઈને અકસ્માત થવાની પણ ભય સર્જાયતો હોય છે.

ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે ઝાડેશ્વર ચોકડી થી શુક્લતીર્થ સુધીના મુખ્ય માર્ગને રીપેરીંગ કરવામાં આવે તો કારણે વાહનચાલકોને હેરાન પરેશાની થી મુક્તિ મળે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી જ આ જ પરિસ્થિતિમાં આ માર્ગ ઉપર મોટા ખાડાઓ પડી જાય છે.પરંતુ તંત્ર દ્વારા ખાલી ખાડા જ પુરાવામાં આવે છે પરંતુ રોડનું રીપેરીંગ કામ યોગ્ય રીતે કરવામાં આવે તો વાહન ચાલકોને પરતી મુશ્કેલીઓનોનું નિરાકરણ આવી શકે છે.

તો બીજી તરફ બિલ્ડરો દ્વારા સાઈટો પણ ચાલી રહી છે આ તમામ પાણીનો યોગ્ય નિકાલ કરે તો આવનાર દિવસોમાં મુખ્ય માર્ગ પર પાણી ન ફરી વળે અને રોડને નુકસાન ન થાય જે બાબતનું ધ્યાન તંત્ર દ્વારા દોરવામાં આવે તે જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.