Western Times News

Gujarati News

રાજ્યમાં પ્રથમવાર NDRF ટીમમાં ૮ મહિલાઓ પણ જાેડાઈ

રાજપીપળામાં પૂરગ્રસ્તોને બચાવવાનું કાર્ય

વડોદરા, ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય આપદા રાહત દળ એટલે કે એનડી આરએફમાં સીઆરપીએફની ૮ મહિલાઓ જાેડાઈ હતી. જેમણે ખાસ કરીને પૂર જેવી કટોકટીના સમયમાં સગર્ભા મહિલાઓને પ્રસુતિ કરાવવાની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે.

આ મહિલાઓ રાજ પીપળામાં ચાલી રહેલી બચાવ કામગીરીમાં જાેડાઈ છે. ઉલ્લેખનીય છે કે એનડીઆર એફમાં અત્યાર સુધીમાં મેલ ડોમિનેટેડ એટલે કે પુરૂંષોના આધિપત્યવાળુ દળ હતુ. હવે તેમાં માતૃ શક્તિનો પ્રવેશ થયો છે. વડોદરા ખાતેની બટાલિયન-૦૬માં કુલ ૬૦૦ જેટલા જવાનોનો સમાવેશ થાય છે.

હવે ૮ મહિલાઓ બચાવ-રાહત કામગીરી માટે સમાવેશ કરાયો છે. ત્યારે હવે એનડીઆરએફમાં મહિલાઓની ભરતી વધુ થાય એવી સંભાવના વધી ગઈ છે. વડોદરા બટાલિયનના નાયબ સેનાપતિ અનુપમે જણાવ્યુ હતુ કે ૮ પૈકી૩ વિમેન રેસ્ક્યુઅસસો તાજેતરમં જ રાજપીપળા મોકલવામાં આવેલા બચાવ દળમાં સમાવેશ કરવામાં આવ્યો હત.

ગુજરાતમાં આ દળેે બચાવકાર મહિલાઓને મેદાનમાં મોકલી હોઈ એવી આ પ્રથમ ઘટના હતી. આ લોકોને ચાઈલ્ડ બર્થ ઈન ઈમરજન્સી’ની આપવામાં આવેલી ટ્રેનિંગ મુંઝવણ ઉકેલી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.