Western Times News

Gujarati News

લીંબાસીમાંથી ચોરાયેલ ટ્રેક્ટર સાથે બે વાહન ચોર ઝડપાયા

tractor theft

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક ખેડાનાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારું કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે ગત તા . ૧૭ / ૦૭ / ૨૦૨૨ ના રોજ એ.વી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી

ખેડા – નડીયાદ નાઓએ આપેલ સુચનાની અમલવારીના ભાગરૂપે એલ.સી.બી. સ્ટાફના હે.કો.વિનોદકુમાર , ઋતુરાજસિંહ , અમરાભાઇ , .રાજુભાઇ . કેતનકુમાર વિગેરે નાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હેડકો . વિનોદકુમાર નાઓને મળેલ બાતમી આધારે પેટ્રોલીંગ દરમ્યાન

માતર માનવ પરીવાર તરફ જવાના ગેટ પાસેથી બે ઇસમો ( ૧ ) સંજયકુમાર વિનુભાઇ બારૈયા ઉવ .૨૦૨ હે , લીંબાસી બારૈયાવગો તા.માતર જી.ખેડા તથા ( ૨ ) રવિકુમાર ઉર્ફે રીકલો કનુભાઇ બારૈયા ઉવ .૨૮ ૨ હે , લીંબાસી બારૈયાવગો તા.માતર જી.ખેડા નાઓને એક સોનાલીકા કંપનીના ભુરા કલરના ટ્રેક્ટર

રજી . નંબર જી.જે.૦૭.ડી.એ .૦૪૦૬ કિ.રૂ. ૨,૫૦,૦૦૦ / -ની સાથે મળી આવતા સદર બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ નહિ આપતા સદરહું બંન્ને ઇસમો પાસેથી ઉક્ત ટ્રેક્ટર સી.આર.પી.સી. કલમ -૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી બંન્ને ઇસમોને સી.આર.પી.સી. કલમ ૪૧- ( ૧ ) -ડી મુજબ અટક કરેલ છે .

સદર પકડાયેલ બંન્ને ઇસમોને આ ટ્રેક્ટર બાબતે પુછપરછ કરતા આજથી આશરે ત્રણેક દિવસ પહેલા લીંબાસી ગામે બારૈયાવગા પાસેથી ચોરી કરેલાની કબુલાત કરતા જે બાબતે ખરાઇ કરતા લીંબાસી પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૧૧૨૦૪ ૬૦ ૨૨ ૦૦૭૧ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.